Not Set/ અમદાવાદ : પ્રતિબંધકી એસી કી તેસી, ગૌમાંસ માટે ગૌમાતાની કતલ સરેઆમ….

અમદાવાદ શહેરમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કસાઇઓ પોલીસના ડર વગર બેખોફ રીતે ગૌમાંસનું વેચાણ કરી રહ્યા છે. જુહાપુરા ફતેહવાડી પાસેથી પોલીસે રિક્ષામાંથી ર૧૦ કિલો ગૌમાંસનો જથ્થો પકડી પાડયો છે. હજુ  થોડાક દિવસ પહેલાં જ રખિયાલમાંથી પોલીસે કતલખાનું પકડી પાડયું હતું ત્યાં આજે ફતેહવાડી પાસે આવી બીજી ઘટના સામે આવી છે. રાખીયાલમાંથી પોલીસે હજારો […]

Gujarat
cow અમદાવાદ : પ્રતિબંધકી એસી કી તેસી, ગૌમાંસ માટે ગૌમાતાની કતલ સરેઆમ....

અમદાવાદ

શહેરમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કસાઇઓ પોલીસના ડર વગર બેખોફ રીતે ગૌમાંસનું વેચાણ કરી રહ્યા છે. જુહાપુરા ફતેહવાડી પાસેથી પોલીસે રિક્ષામાંથી ર૧૦ કિલો ગૌમાંસનો જથ્થો પકડી પાડયો છે. હજુ  થોડાક દિવસ પહેલાં જ રખિયાલમાંથી પોલીસે કતલખાનું પકડી પાડયું હતું ત્યાં આજે ફતેહવાડી પાસે આવી બીજી ઘટના સામે આવી છે.

રાખીયાલમાંથી પોલીસે હજારો કિલો ગૌમાંસ પોલીસે જપ્ત કર્યું હતું. જ્યારે ગઇ કાલે વધુ એક ગૌમાંસનો જથ્થો પોલીસે પકડી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વેજલપુર પોલીસને સુત્રો દ્વારા જાણકારી  મળી હતી કે ફતેહવાડીમાં  અશરફી મસ્જિદ પાસે આવેલા ઓરેન્જ ફોરમાં રહેતા અશરફખાન ઇસ્માઇલખાન પઠાણ ગૌમાંસ રિક્ષામાં લઇને પસાર થઇ રહ્યો છે.

મળેલી જાણકારી આધારે પોલીસે નિગરાની  ગોઠવતાં જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાંથી અશરફખાન પઠાણની ગૌમાંસના જથ્થા સાથે ધરપકડ કરી હતી. રિક્ષામાંથી મળી આવેલું માંસ ગૌમાંસ છે કે પછી અન્ય કોઇ પશુનું માંસ છે તે તપાસવા માટે પોલીસે એફએસએલની ટીમને બોલાવી હતી.

એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી સાયન્ટિફિક રીતે તપાસ કરતાં રિક્ષામાંથી મળી આવેલું માંસ ગૌમાંસ હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો હતો.

પોલીસે  અશરફખાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.