ગુજરાત/ બોટાદ પોલીસે દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એક શખ્સની ધરપકડ

બોટાદ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા એક કન્ટેનરને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Gujarat Others
બોટાદ

આગામી 26 મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે થવા જઇ રહી છે.ત્યારે બોટાદ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરી ગુનાહિત પ્રવૃતિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.ત્યારે બોટાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે બરવાળા નજીકની તુલસી હોટેલ નજીક ઉભા રહેલા કન્ટેનરમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો હોય અને જે બોટાદ માં ઉતારવાનો હોય ત્યારે પોલીસે ત્યાં ત્રાટકી કન્ટેનરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 555 પેટી દારૂ તેમજ કન્ટેનર મળી કુલ રૂ.45 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા એક કન્ટેનરને ઝડપી પાડવામાં સફળતા મળી છે.  પોલીસે 555 પેટી વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલાં પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે.

રાજસ્થાનથી એક કન્ટેનરમાં બરવાળાના તુલસી હોટેલ નજીક પહોંચેલા વિદેશી દારૂના જથ્થાને બુટલેગર સુધી પહોંચે તે પહેલાં બાતમીના આધારે બોટાદ પોલીસે ત્રાટકી કન્ટેનરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ જેમાં બ્લેન્ડર્સ વીસ્કી, રોયલ ચેલેન્જ વીસ્કી, કલેક્શન વિસ્કી બ્રાન્ડની બોટલો ભરેલા કન્ટેનરને બોટાદ પોલીસે ઝડપી પાડ્યું હતું.જેમાં 35 લાખ રૂપિયાનો 6660 નંગ વિદેશી દારૂ  તેમજ કન્ટેનર મળી કુલ રૂ.45 લાખના મુદ્દામાલ સાથે પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.જ્યારે પોલીસે આ ઘટનામાં આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:હજીરાથી તરંગ પોસ્ટ ડાક વહન સેવા શરૂ, સંચાર રા.મંત્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો:કાપડના વેપારી સાથે 4 કરોડની છેતરપીંડી કરનારની ધરપકડ, બનાવ્યો હતો આવો પ્લાન 

આ પણ વાંચો:IPS સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત લોકેશન ખાનગીરીતે મોકલ્યા

આ પણ વાંચો:ભૌતિકતાની સાથે આધ્યાત્મિક સમન્વય સાધીને જીવનનો વિકાસ કરી શકાયઃ ભુપેન્દ્રભાઈ પટેલ