Panchmahal News : કલોલમાં માલવ ગામનીસીમમાં તકુમડા તલાવડી પાસે ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા 9 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.43,990 રોકડા, 9 મોબાઈલ અને 10 વાહનો મળીને કુલ રૂ. 3,51,710 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં 9 શક્સોની ધરપકડ કરીને વધુ તપાસ માટે તેમને કલોલ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. આ અંગે કલોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
