હોળી ના દિવસ સમગ્ર શહેર ઉત્સવમાં વ્યસ્ત હતું. ત્યાં બીજી બાજુ સામાન્ય બાબતે ર લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ચોક બજાર વિસ્તારમાં નજીવી બાબતે યુવક ની હત્યા કરવામાં આવી તો ડીંડોલી માં મિત્રો જ મિત્રો ના હત્યારા બની ગયા અને કાપોદ્રા વિસ્તારમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝગડામાં યુવક ને એટલો માર મારવામાં આવ્યો કે તેનું મોત નીપજ્યું હતું.. આ તમામ ઘટનાઓમાં પોલિસ હજી આરોપીઓ સુધી પહોંચી શકી નથી.
સુરતના વેડરોડ સ્થિત આવેલા પંડોળ વિસ્તારમાં એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના પંડોળ વિસ્તારમાં બપોરના સમયે એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં મરનારનું નામ ખોડાભાઈ વિરજીભાઈ બાબરીયા (ઉ.વ.આ. 50. રહે. વેડ રોડ પડોળ) હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત તેઓને માથામાં પથ્થરથી હુમલો અને લગભગ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. ખોડાભાઈનું પરિવાર વરાછામાં રહેતું હોવાનું અને ખોડાભાઈ પરિવારથી અલગ રહેતા હોવાનું બહાર આવ્યું છે. ખોડાભાઈ જેરામ મોરાની વાડીમાં રત્નકલાકારો તરીકે કામ કરતા હતા. ખોડાભાઈનું કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી જતા પોલીસે નાકાબંધી કરી તમામને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ધોળે દિવસે યુવાનની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય જાણવા પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરી છે.
હત્યાની બીજી ઘટનામાં શહેર ના ડીંડોલી વિસ્તારમાં યુવક ને અંગત અદાવતમાં મોત ના ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારમાં અદાવતમાં ધૂળેટીના જ દિવસે યુવાનની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ગત રોજ ધુળેટી ના પર્વ દરમ્યાન ચારથી પાંચ લોકોએ યુવકને ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક અને તેના અન્ય સાથીઓને પણ માર મારવામાં આવ્યો હતો. 25 વર્ષીય બંટી શર્મા નામના યુવકની હત્યા બાદ આરોપીઓ ફરાર છે.ઝઘડાની જૂની અદાવતમાં મૃતકના મિત્ર ને સમાધાન કરી લેવા આરોપીઓએ દબાણ કર્યું હતું. જ્યાં મિત્ર ના ઘરે જઈ રહેલા બંટી શર્મા સહિત તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં આરોપીઓએ બંટી શર્મા ને તિક્ષણ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જ્યાં ડીંડોલી પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે (૧) અમુલ કમલેશ સુર્યવંશી રહે-ચેતનનગર ડિંડોલી, સુરત (૨) ઉમેશ સિરસાઠ, રહે. ઉધના રોડ નંબર-૦૯, સુરત, (૩) દીપક ઉર્ફે હેન્ડસમ કાલિયા (૪) કમલેશ સુર્યવંશી રહે-ચેતનનગર, ડિંડોલી, સુરત સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
કાપોદ્રા વિસ્તાર માં બે બાઇક સામ સામે અથડાતા બબાલ થઈ હતી. બાઇક અકસ્માત અંગે થયેલા ઝઘડામાં મારામારી થતા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમ્યાન યુવક નું મોત થતા હત્યા નો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.
