Bhuj News/ ભુજના નાગોર રેલવે સ્ટેશન પાસેના પાણીના ખાડામાં ડૂબી જતા બે સગી બહેનોના મોત

પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ

Gujarat

Bhuj News : ભુજ તાલુકાના નાગોર રેલવે નજીક આવેલા પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત નીપજવાની ઘટના સામે આવી છે. આ બનાવની વિગત મુજબ ભુજ તાલુકાના નાગોર ગામે આવેલા રેલ્વે બ્રિજ નજીકના પાણીના ખાડામાં બે સગી બહેનો પાણી ભરવા ગઈ હતી આ દરમિયાન બંને બહેનો નાહવા માટે પણ પડી હતી. જોકે રેલવે બ્રિજ પાછળ આવેલો આ ખાડો ઊંડો હોવાના કારણે આ બંને સગી બહેનો ડૂબી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

તેમના નામ 18 વર્ષીય અમીતા સમા અને 16 વર્ષની અફસાના હોવાનું જાણવા મળ્યું હતું. સમા સ્થાનિકોએ મહા મહેનતે તેમને બહાર કાઢી હતી અને તેમને જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. વરસાદી પાણીના ખાડામાં ડૂબી જવાથી બંને સગી બહેનોના મૃત્યુ થયા હતા પરિણામે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં અવિરત વરસાદ, ગુજરાતના 204 તાલુકામાં વરસાદ, ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાનો દબદબો, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય ,આ તાલુકામાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદે રોડનું કામ