Ahmedabad News/ અમદાવાદના કોટ વિસ્તારમાં પાથરણાંવાળાઓનો આતંક! એસ્ટેટ વિભાગને SRPની મદદ લેવી પડી

એસ્ટેટ વિભાગ અને દબાણકર્તાઓ વચ્ચે અથડામણ થતાં મામલો ગરમાયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Image 2025 03 20T122908.154 અમદાવાદના કોટ વિસ્તારમાં પાથરણાંવાળાઓનો આતંક! એસ્ટેટ વિભાગને SRPની મદદ લેવી પડી

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં પોલીસના આકરા પગલા બાદ પણ કાયદાનો કોઈ ડર નથી તેમ સતત જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આવેલા ભદ્ર વિસ્તારમાં પાથરણાંવાળાઓએ કોર્પોરેશન, પોલીસ સાથે ઝપાઝપી કરવાનો બનાવ સામે આવ્યો છે.

અમદાવાદ શહેરમાં દબાણકર્તાઓને દૂર કરવા અમદાવાદ કોર્પોરેશન (AMC) અને પોલીસ (Ahmedabad Police) વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ 850 પાથરણાંવાળાઓને માલસામાન વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશનને ગેરકાયદેસર અતિક્રમણને લઈ અનેક ફરિયાદો મળતાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન એસ્ટેટ વિભાગના કામમાં લારીવાળાઓ અડચણ પેદા કરતા હતા. પરિસરમાં મોટા વાહનને (લારી) પાર્ક કરવાની મંજૂરી ન હોવા છતાં અંદર આવતા એસ્ટેટ વિભાગે SRPની મદદથી લારીઓને જપ્ત કરી હતી.

એસ્ટેટ વિભાગ (Estate Department) અને દબાણકર્તાઓ (Encroachment) વચ્ચે અથડામણ થતાં મામલો ગરમાયો હતો. દરમિયાન કેટલાક સ્થાનિકો અને લારીવાળાઓ ભેગા થઈ દલીલ કરવા લાગ્યા હતા, તેમ જાણવા મળ્યું છે. પરંતુ એસ્ટેટ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેમને સ્થાનિક પોલીસની કોઈ મદદ મળી રહી નથી. તેમની મદદના કારણે ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓ બેફામ બનતા જાય છે. વસ્ત્રાલની ઘટનાને હજુ અઠવાડિયું પણ નથી થયું, ત્યાં તો કેટલાક દુષિત તત્વો તંત્ર વિરૂદ્ધ આક્રમક બનતાં કાયદો- વ્યવસ્થાના લીરેલીરાં ઉડતાં દેખાઈ રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AMC-કલેકટર કચેરીની  હુંસાતુંસીમાં 22 વર્ષથી ટલ્લે ચડેલો ચંડોળાનો વિકાસ

આ પણ વાંચો:ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર ટીપીના બે રસ્તા ખુલ્લા કરાવવા ડિમોલિશન કરાયું

આ પણ વાંચો:વિસાવદરમા 3 ખેડૂતો સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ