Rajkot News : ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના વધુ એક કરતુતનો ખુલાસો થયો છે. મોન્ટુ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી PhD ડિગ્રી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ફાર્મસી ભવનમાં ચાર વર્ષ પહેલા એડમિશન મેળવી PhD ડિગ્રી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ કેનેડા અને મૂળ અમદાવાદના ગાઈડ નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ મોન્ટુ પટેલએ PhD ડિગ્રી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફાર્મસી ભવનમાં કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે 5 વર્ષ માટે નીરવ પટેલની નિમણૂક થઇ હતી.
Phd માટે પ્રેક્ટિકલ કરવા મડતા હોય છે. રિસર્ચ કરવું પડે છે. પરંતુ મટુ પટેલ બારોબાર ડોક્ટર બની ગયો હતો. પીએચડી માટે દર 6 મહિને પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરી વાઈવા આપવા પડે છે પરંતુ આ કેશ માં કાંઈજ થયું નથી. બીજીતરફ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી , એજ્યુકેશન મિનિસ્ટર , રાજ્યપાલ પાસે મોન્ટુ પટેલની Phd ડિગ્રી રદ કરવા માટેની માંગ ઉઠી છે.
દેશની 12,000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે.’ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ 2 જુલાઈને બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે.
હાલ મોન્ટુ પટેલ ફરાર છે. તેમની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો તેમજ જરૂર ન હોવા છતાં 117 કરોડની ઓફિસ અને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદવાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ 4 વર્ષ પહેલાં PCIમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એટલું જ નહીં આ સંસ્થાનું નેતૃત્વ કરનારા તેઓ પહેલા ગુજરાતી છે. તેઓ ભાજપના યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે.
આ પણ વાંચો:કંડલા બંદર પર કેમિકલ ટેન્કર જહાજમાં થયો વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા
આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું
