બ્રિટેનમાં અભ્યાસ કરતા ભારતીઓ સહિત વિદેશી વિદ્યાર્થીઓ માટે વર્ક વિઝા મેળવવા માટે નવી રીત ખુલી છે. ગૃહ વિભાગે ગુરુવારે આ વિદ્યાર્થીઓ માટે વિધિવત રીતે નવા પોસ્ટ વર્ક વિઝા રજૂ કર્યા છે. બ્રિટિશ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ભારત અને અન્ય દેશોનાં વિદ્યાર્થીઓ આ વિઝાનાં આધારે રોજગાર મેળવવા માટે આ દેશમાં રોકાઇ શકશે.

આ પણ વાંચો- ખુલ્યા પત્તા! / બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી
ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહત આપતા, જ્યા યુનાઇટેડ કિંગડમ હોમ ઓફિસે ગુરુવારે આંતરરાષ્ટ્રીય રીતે વિદ્યાર્થીઓ માટે પોતાનો નવો પોસ્ટ-સ્ટડી વર્ક (PSW) વિઝા સત્તાવાર રીતે ઓપન કરી દીધુ છે. PSW વિઝા હેઠળ લાયક વિદેશી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી બે વર્ષ યુકેમાં કામ કરી શકે છે. જો તેમને કામ નહીં મળે, તો તેઓને ત્યાં રોકાવાની અને કામ શોધવાની મંજૂરી છે. આ વિઝા પ્રોગ્રામથી ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થશે.

આ પણ વાંચો- Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ
જણાવી દઇએ કે, આ ગ્રેજ્યુએટ રૂટ વિઝાની જાહેરાત ગયા વર્ષે યુકેનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે, યુકે સરકાર પોઇન્ટ બેઝડ ઇમિગ્રેશન અંતર્ગત, વિશ્વનાં દેશો ખાસ કરીને ભારતનાં વિદ્યાર્થીઓને બ્રિટેન આવીને વેપાર, વિજ્ઞાન, તકનીકી અને કલા ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવા માટે એક તક પૂરી પાડે છે. એકવાર વિદ્યાર્થીઓએ યુકેની એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થામાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કરી લીધા પછી, આ વિઝા પ્રોગ્રામ તેમને તેમની કારકિર્દીમાં આગળ વધારવાની સ્વતંત્રતા આપે છે.

આ પણ વાંચો- મોટા સમાચાર / ભારત સરકારની ચેતવણી બાદ યુરોપનાં 8 દેશોએ ભારતમાં બનેલી કોવિશિલ્ડને આપી માન્યતા
ભારતમાં કાર્યકારી બ્રિટીશ હાઈ કમિશનર જ્હોન થોમ્પસને કહ્યું કે, આંકડા દર્શાવે છે કે યુકેની યુનિવર્સિટીઓ પહેલાથી જ ભારતીય વિદ્યાર્થીઓની પસંદગી રહી છે. આવી સ્થિતિમાં હવે આ વિઝા પ્રોગ્રામ તેમના સપનાને પાંખો આપશે. આનાથી વિદ્યાર્થીઓને યુકેમાંથી સ્નાતક થવું અને નોકરી શોધવામાં સરળતા રહેશે. વળી, બંને દેશો વચ્ચેનાં સંબંધો પણ મજબૂત બનશે. ગયા વર્ષે પણ યુકેએ 56 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.

