સુરત/ એક યુવકે મિત્રોને “મારા જીવનનો છેલ્લો સમય લખીને” કર્યું એવું કે તમે જાણીને..

મોતની છલાંગ પહેલા મોકલેલી સેલ્ફી બાદ મેસેજ મળતા જ કુલદીપના મિત્રો તરત જ કેબલ બ્રિજ તરફ ગયા હતા.

Gujarat Surat
A 25 એક યુવકે મિત્રોને “મારા જીવનનો છેલ્લો સમય લખીને” કર્યું એવું કે તમે જાણીને..

કોરોના કાળમાં યુવકો દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના સુરતમાંથી સામે આવી છે. ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં એક યુવકે કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે. જો કે મોતની છલાંગ લગાવતા પહેલા આ યુવકે પોતાના મિત્રોને ટાઇમ ફોર માય લાઇફ’ લખીને મોકલ્યું હતું અને સાથે સાથે તેને લોકેશન પણ શેર કર્યું હતું. જો કે કુલદીપે આપઘાત શા માટે કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી અનુસાર, સુરતમાં મોતની છલાંગ લગાવનાર યુવકનું નામ કુલદીપ ગૌડ છે અને તે એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો હતો. આ દરમિયાન કુલદીપ ગુરુવારે ઘરથી બાઈક લઈને કેબલ બ્રિજ પહોંચ્યો હતો, જ્યાં કેબલ બ્રિજ પર ઉભા રહીને તેણે સૌથી પહેલા સેલ્ફી લીધી હતી. તેના બાદ તેણે એ સેલ્ફી પર ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખીને વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.

આ પણ વાંચો :અમદાવાદની સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય મહિલા બની

બીજી તરફ, મોતની છલાંગ પહેલા મોકલેલી સેલ્ફી બાદ મેસેજ મળતા જ કુલદીપના મિત્રો તરત જ કેબલ બ્રિજ તરફ ગયા હતા. જ્યાંથી તેનુ બાઈક મળી આવ્યુ હતુ. જો કે ત્યારબાદ આ ઘટના અંગે તેના મિત્રોએ પોલીસ અને ફાયરબ્રિગેડને આ વિશે જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ હવે આ મામલે પોલીસે વિગતો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :પંચમહાલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાયો, વાંચો ક્યાંના ધારાસભ્ય રંગેહાથ જુગાર રમતા પકડાયા

આ પણ વાંચો :વીજચોરીના ગુનામાં મોરબી કોર્ટનો ચુકાદો, બે આરોપીઓને લાખોનું દંડ અને એક વર્ષની સજા

ફાયર ઓફિસર ઇશ્વર પટેલે કહ્યું હતું કે, કુલદીપે નદીમાં છલાંગ લગાવતા પહેલા મોબાઈલ ફોનમાં સેલ્ફી લીધી હતી. જે ‘લાસ્ટ ટાઈમ ફોર માય લાઈફ’ લખી મોટા ભાઈને મોકલાવી હતી. જેના આધારે કેબલ બ્રિજ પરથી કુલદીપ કૂદી પડયો હોવાનો અનુમાન લગાવી પરિવારના સભ્યો અહીં પહોંચ્યા હતા. ઓનલાઈન સામગ્રીની ડિલિવરીનું કામ કરતા કુલદીપના બીજા ત્રણ ભાઈ છે. કુલદીપ કયા કારણોસર નદીમાં કૂદી પડયો તેનાથી પરિવારના સભ્યો અજાણ હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું.