Not Set/ #Video : “રામ રાખે તેને કોણ ચાખે” જુઓ કેવી રીતે બચી ગયું આ બાળક

જુઓ કેવી રીતે કાળનાં મુખમાંથી બચ્યું આ માસુમ બાળક, જોઇને તમે પણ સહજભાવે બોલી ઉઠશો કે “રામ રાખે તેને કોણ ચાખે”, જી હા, આ ઘટનાં સુરતનાં વરાછા વિસ્તારની છે અને સત્ય ઘટના છે. 5 વર્ષીય બાળક પરથી કાર ફરી વળી, પરંતુ તો પણ “રામ રખ્ખા” બાળકનો આબાદ બચાવ થયો. વિડીઓ જોઇને તમારા પણ રુવાડા ઉભા […]

Top Stories Gujarat Surat Videos
srt car #Video : "રામ રાખે તેને કોણ ચાખે" જુઓ કેવી રીતે બચી ગયું આ બાળક

જુઓ કેવી રીતે કાળનાં મુખમાંથી બચ્યું આ માસુમ બાળક, જોઇને તમે પણ સહજભાવે બોલી ઉઠશો કે “રામ રાખે તેને કોણ ચાખે”, જી હા, આ ઘટનાં સુરતનાં વરાછા વિસ્તારની છે અને સત્ય ઘટના છે. 5 વર્ષીય બાળક પરથી કાર ફરી વળી, પરંતુ તો પણ “રામ રખ્ખા” બાળકનો આબાદ બચાવ થયો. વિડીઓ જોઇને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે

srt car.PNG1 #Video : "રામ રાખે તેને કોણ ચાખે" જુઓ કેવી રીતે બચી ગયું આ બાળક

.ઘટના એવી છે કે,  સુરતનાં વરાછા વિસ્તારમાં એક બાળક ઝરમર એવા ચાલું વરસાદમાં છત્રી સાથે રોડ પર રમી રહ્યો હતો. પાંચ વર્ષનો બાળક છત્રી, પાણી ભરેલા ખાડા અને છભછબીયાની મોજ માણતા માણતા પોતાની મસ્તીમાં રોડ બેસી ગયો, બરોબર તેજ સમયે કુદરતને કરવું આને ત્યાંથી એક કાર ચાલક પોતાની કાર રિવર્સમાં લઇ રહ્યો હતો. પાંચ વર્ષનો બાળક જે કાર પાછળ બેસીને રમી રહ્યો હતો, તે કાર ચાલકને પણ સપનેય ખ્યાલ ન હતો. બાળક કાર ચાલકની નજરમાં ન આવતા, કાર ચાલકે કાર રિવર્સમાં લીધી અને બાળક સીધો જ કારની નીચે……

srt car.PNG2 #Video : "રામ રાખે તેને કોણ ચાખે" જુઓ કેવી રીતે બચી ગયું આ બાળક

આગળ જ રહેલી તેનીમાં બેબાકળી થઇ ઉઠી અને હાફળી ફાફળી પોતાનાં કાળજા નાં કટકા તરફ દોટ મુકી, પરંતુ ત્યાં પાસે જ ઉભેલા એક યુવાનનું ધ્યાન સમગ્ર ઘટના હોવાથી યુવાન દ્વારા ચપળતા બતાવતા કાર ચાલકને આ દરમ્યાન રોકી દેવામાં આવ્યો અને બાળકની હેબતાયેલી મા એ બાળકે તુરમાં બહેર ખેંચી, પોતાની મમત્વની સોડમાં સમાવી લીઘું.

srt car.PNG3 #Video : "રામ રાખે તેને કોણ ચાખે" જુઓ કેવી રીતે બચી ગયું આ બાળક

જો કે, મા દ્વારા કાર ચાલકને પણ ખખડાવી નાખવામાં આવ્યો હતો, પરંતુ મહત્વની વાતએ છે કે તે બાળક કાળનાં મોઢામાંથી પાછું આવ્યું છે. અને બાળકનો ચમત્કારી રીતે આબાદ બચાવ થયો હતો.

જુઓ 👇👇👇 આ બાળકનાં ચમત્કારી બચાવનો વિડીઓ 👇👇👇 અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.