ગુજરાત/ ગોંડલ પંથકની 56 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 71.95 ટકા મતદાન થયું

ગોંડલ પંથક ની 56 બેઠકો માટે યોજાયેલ ગ્રામપંચાયત ની ચૂંટણીમાં કુલ 106220 મતદારો માંથી 76422 મતદારોએ મતાધિકાર નો ઉપયોગ કરતા 71.95% ટકા મતદાન નોંધાયું હતું.

Gujarat
Untitled 47 ગોંડલ પંથકની 56 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 71.95 ટકા મતદાન થયું

ગોંડલ ગ્રામપંચાયતો ની 77 પૈકી 21 બેઠક સમરસ થતા 56 બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાયો હતો હાડ થીજવતી ઠંડીમાં પણ મતદારોએ દિવસ દરમ્યાન લાંબી લાઈનોમાં ઉભારહી મતાધિકાર નો ઉપયોગ કરતા 71.95% મતદાન નોંધાયું હતું. પંથકમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Untitled 47 1 ગોંડલ પંથકની 56 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 71.95 ટકા મતદાન થયું

ગોંડલ પંથક ની 56 બેઠકો માટે યોજાયેલ ગ્રામપંચાયત ની ચૂંટણીમાં કુલ 106220 મતદારો માંથી 76422 મતદારોએ મતાધિકાર નો ઉપયોગ કરતા 71.95% ટકા મતદાન નોંધાયું હતું. ગોંડલ પંથકની કેટલીક બેઠકો ને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હોય ભુણાવા ગામે ગેરરીતી ની આશંકા સેવી પોલીસ બંદોબસ્ત પણ માનવામાં આવ્યો હોય પરંતુ કોઈપણ જાતના છમકલાં વગર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થઈ જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Untitled 47 2 ગોંડલ પંથકની 56 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 71.95 ટકા મતદાન થયું

રવિવારના હાડ થીજવતી ઠંડીમાં પણ મતદારો એ લાંબી લાઈનો લગાવી મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો 100 વર્ષ કે તેની આળેગાળેના મતદારો, વિકલાંગ મતદારો એ પણ જુસ્સા સાથે મતદાન કરી ચૂંટણી પર્વ ને ઉજવ્યું હતું. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને પોલીસ તંત્રએ સમગ્ર પંથકમાં અવિરત પેટ્રોલીંગ કર્યું હતું.

Untitled 47 3 ગોંડલ પંથકની 56 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 71.95 ટકા મતદાન થયું