ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે આશા વર્કર બહેનો દ્વારા ફરી એકવાર પોતાના હક માટે લડાઈ સારું કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી આશા વર્કર બહેનો પોતાના હક્ક માટે લડી રહી છે. કોરોના કાળમાં પોતાના જીવ ની કે પરિવારની ચિંતાને બાજુ પર મૂકી લોકોના સ્વાસ્થ્ય માટે સતત દોડતી કોરોના વોરિયર એવી બહેનો આજે પોતાના હક માટે લડી રહી છે. આજ રોજ સોમવારના રોજ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ગાંધીનગર પહોચી હતી. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સુત્રોચાર કરી દેખાવો કર્યા હતા.
આશા વર્કર મહિલાઓને વર્ગ-૪ નું મહેકમ ઊભું કરી સરકારી ધારા ધોરણ મુજબ લાભ આપવા ની માંગ કરી છે. આશા વર્કર ફેસીલીટર મહિલાઓને સાતમા પગાર પંચ મુજબ લાભ આપવાની બીજી માંગ પણ મૂકી છે. ૪૦ વર્ષ વટી ચુકેલી મહિલાઓને પેન્શનના લાભની માંગ કરવામાં આવી છે.

ગાંધીનાગર સેક્ટર 12 ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉમટી પડી હતી. અને પોતાની માંગણીઓ માટે સૂત્રોચાર કર્યા હતા. સેકટર 12 ખાતે ઉમિયા માતા ના મંદિરે થી આશા વર્કરો ની અટકાયત પણ કરવામાં આવી છે. મહિલા આગેવાન ચંદ્રિકા બેનની અટકાયત કરતાં મોટી સંખ્યામાં આવેલી આશા વર્કર મહિલાઓ એ પોતાનો વિરોધ નોધાવ્યો હતો. અને પોલીસે જબરજસ્તી મહિલાઓ ને પોલિસ વાન માં પૂરતા સુત્રોચાર કર્યા હતા.
અત્રે નોધનીય છે કે, આંગણવાડી બહેનો-આશા વર્કરોની એવી ફરિયાદો છેકે, કોરોનાની બીજી લહેર વખતે જીવના જોખમે કામ કર્યુ પણ હજુ સુધી સરકારે વળતર ચૂકવ્યુ નથી. રાજ્ય સરકારે માસિક રૂા.1 હજાર આપવાની જાહેરાત કરી હતી. હજુ તો સરકારે આ રકમ ચૂકવી નથી ત્યાં માત્ર ઇન્સેન્ટિવ પર રસીકરણની કામગીરી ફરજિયાત કરાવવામાં આવી હતી.
આશા વર્કરોને અત્યારે માસિક ત્રણ હજાર પગાર જ આપવામાં આવે છે.મહત્વની વાત તો એછેકે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કુપોષિત બાળકો અને મહિલા,કિશોરીઓને કાચી સુખડી સહિતના પેકેટ આપવામાં આવેછે. ખુદ આ આંગણવાડી બહેનોનો આરોપ છેકે, પેકેટમા રો મટિરિયલ્સ એટલી હલકી કક્ષાનું હોય છે તે લાભાર્થી પેકેટે લે છે ખરાં પણ ઉપયોગમાં લેતાં નથી. બલ્કે ઢોરોને ખવડાવી દેવાય છે જેથી સરકારને લાખો રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે.
વાડ થઈ ચીભડાં ગળે / ખાપટ ગામની પોસ્ટ ઓફિસના ખાતેદારોના લાખો રૂપિયા થઈ ગયા હવા, કોણ ખાઈ ગયું ?
