ડાયમંડ સીટી/ સુરતમાં બે અલગ-અલગ આપઘાતની ઘટના, બે યુવકોએ ટુંકાવ્યું જીવન: કારણ છે ચોકાવનારું

ડાયમંડ સીટી સુરતથી દુખદ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં એક સાથે બે આપઘાતની ઘટના સામે આવી છે. બંને ઘટનામાં આપઘાત કરનાર યુવા વયના હોવાનું સામે આવ્યું છે.

Gujarat Surat
આપઘાતની

ડાયમંડ સીટી સુરતથી દુખદ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં એક સાથે બે આપઘાતની ઘટના સામે આવી છે. બંને ઘટનામાં આપઘાત કરનાર યુવા વયના હોવાનું સામે આવ્યું છે. જણાવીએ કે, સુરતમાં ખોટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષના યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.મહત્વની વાત છે કે, આપઘાત કરતા પહેલા યુવકે તેના માતાના મોબાઇલ પર સોરી મમ્મીનો એક મેસેજ કર્યો હતો.ત્યાર બાદ હાર્દિક ઝડફીયા નામના યુવકે મોતને વહાલુ કર્યુ હતું.

યુવકે સાંજના સમયે ઘરે પરિવારના સભ્યો કોઈ હાજર ન હતા તે સમયે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ મોતને વાહલું કર્યું હતું. જયારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે હાર્દિકને લટકતી હાલતમાં જોયો અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે હાર્દિકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

તો બીજી ઘટનામાં અમરોલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામનો વતની આશિષ મહેશભાઈ કલસરિયા (ઉ.વ.19) ૫ દિવસ પહેલા સુરત આવ્યો હતો અને સુરતના સારોલી વિસ્તારમાં આવેલા નેચરવેલી હોમ્સ ખાતે સબંધીને ત્યાં રહેતો હતો.તેણે ભટાર સ્થિત કોલેજમાં બીએચએમએસમાં એડમીશન લીધું હતું પરંતુ કોલેજ અને હોસ્ટેલની વ્યવસ્થા થાય ત્યાં સુધી તે સબંધીના ઘરે રહેતો હતો. સારોલી સ્થિત સબંધીના ઘરે 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો તેના આપઘાતના પગલે ચકચાર મચી જવા પામી હતી. તેને 108ની મદદથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.

જણાવીએ કે, સુરતમાં તે છેલ્લા ૫ દિવસ પહેલા જ આવ્યો હતો અને સબંધીને ઘરે રોકાયો હતો. દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.ઉલ્લેખનીય છે,  આશિષે આપઘાત કરતા પહેલા એક લખાણ લખ્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે કોઈના કારણે હું મરતો નથી, મારી ઈચ્છાથી મરું છું, હું કોઈના દબાવમાં નથી હું માનસિક બીમારીથી ત્રસ્ત છું, હેરાન છું.

આ પણ વાંચો:સુરત-મુંબઇ હાઇવે પર અકસ્માત, બારડોલીના NRI પરિવારના 4 લોકોના મોત

આ પણ વાંચો:સંતનો ઝભ્ભો પહેરનાર આસારામ બળાત્કાર કેસમાં દોષિત, આવતીકાલે થશે સજાની જાહેરાત

આ પણ વાંચો:હીરાના વેપારીઓનું ફુલેકું ફેરવનારા હીરા દલાલની ધરપકડ