હોનારત/ બિહારમાં મોટી દુર્ઘટના: બોટ પલટી જતાં 18 લોકો લાપતા; રેસ્ક્યુ ઓપરેશનમાં 3ના મૃતદેહ મળ્યા

રાત્રીનો સમય હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

India
બિહાર બિહારમાં મોટી દુર્ઘટના: બોટ પલટી જતાં 18 લોકો લાપતા; રેસ્ક્યુ ઓપરેશનમાં 3ના મૃતદેહ મળ્યા

છપરા: બિહારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના છપરા વિસ્તારમાં માંઝીના મટિયાર પાસે એક બોટ પલટી ગઈ છે. બોટમાં સવાર 18 લોકો ગુમ થઇ ગયા છે. બોટ પલટી જવાના સમાચાર બાદ દોડધામ મચી ગઈ છે. ગુમ થયેલા લોકોની શોધ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા છે. અત્યાર સુધીમાં છ લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં ત્રણ મહિલાઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. અન્ય ત્રણને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 12 લોકો હજુ પણ ગુમ છે.

રાત્રીનો સમય હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બોટ ડૂબી જવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના સાંજે બની હતી. આ માહિતી પોલીસ પ્રશાસન સુધી પહોંચતા જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા.

સ્થળ પર લોકોની ભીડ જામી છે

આ દરમિયાન પોલીસ પ્રશાસને સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા અને ગુમ થયેલા લોકોને શોધવા સૂચના આપી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે ગ્રામજનો સાથે ઉભું છે. વહીવટીતંત્ર તમામ ઉપલબ્ધ સાધનો સાથે બચાવ અભિયાન ચલાવીને નદીમાં લોકોને શોધી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનો પણ તેમને સાથ આપી રહ્યા છે.

હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી

અકસ્માતનો ભોગ બનેલા લોકો કોણ હતા અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સુધી બહાર આવ્યું નથી. મૃતકોની ઓળખ પણ હજુ થઈ નથી. પોલીસ પ્રશાસન સંપૂર્ણ ગંભીરતા સાથે લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક હોસ્પિટલના સ્ટાફને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે. સાથે જ સ્થાનિક લોકો પણ પ્રશાસનને મદદ કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો- દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો-  ‘પતિની હત્યા’ કરનાર 17 મહિલા કેદીઓએ કર્યું કરવા ચોથનું વ્રત, કોના લાંબા આયુષ્ય માટે રચાઈ જેલમાં ‘ગેમ’?