Not Set/ વાઘા બોર્ડર પર લહેરાયો સૌથી ઉંચો તિરંગો, પાકે કરી નારાજગી વ્યક્ત

નવી દિલ્હીઃ વાઘા બોર્ડર પર રવિવારે દેશના સૌથી ઉચા તિરંગો રહેરાવામાં આવ્યો હતો. ભારત-પાક સરહદ પર આ ધ્વજના લહેરાવતાનીસાથે વાઘા બોર્ડરનું નામ વિશ્વ રિકૉર્ડમાં સામેલ થઇ ગયુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, 360 ફુટ ઉંચા આ ધ્વજને લાહરથી પણ જોઇ શકાય છે. પહેલા દિવસે રાષ્ટ્રીય ધ્વજને સલામ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા […]

India
tiranga 05 03 2017 1488735517 storyimage વાઘા બોર્ડર પર લહેરાયો સૌથી ઉંચો તિરંગો, પાકે કરી નારાજગી વ્યક્ત

નવી દિલ્હીઃ વાઘા બોર્ડર પર રવિવારે દેશના સૌથી ઉચા તિરંગો રહેરાવામાં આવ્યો હતો. ભારત-પાક સરહદ પર આ ધ્વજના લહેરાવતાનીસાથે વાઘા બોર્ડરનું નામ વિશ્વ રિકૉર્ડમાં સામેલ થઇ ગયુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, 360 ફુટ ઉંચા આ ધ્વજને લાહરથી પણ જોઇ શકાય છે. પહેલા દિવસે રાષ્ટ્રીય ધ્વજને સલામ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

પંજબાના નગર સ્થાનિક સ્વરાજ્યના નેતા અનિલ જોશીએ આ ધ્વજને લહેરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શામિલ થવા માટે આઇજી બીએસએફ મુખ્યલય સુમેર સિંહ પણ અંહિ આવી પહોચ્યા હતા. સીમા પર સૌથી ઉચા તિરંગા રહેરાવવાની વાત પહેલા તેમના મનમાં આવી હતી. તે સમયે ત્યાં બીએસએફમાં ડીઆઇજી, બોર્ડર રેન્જ હતા. તેમણે સ્થાનિક  મંત્રી અનિલ જોશી સાથે સંપર્ક કરી આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર પાસે મોકલ્યો હતો.

પાકિસ્તાને સૌથી ઉચા તિરંગા લહેરાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી.  પાક રેન્જર્સે સીમા સુરક્ષા બળો પાસેથી ફરિયાદ પણ નોધાવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સંધિના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ઝંડાને દૂર કરવાની માંગ કરી હતી. જો કે, ભારતે પાકિસ્તાનના આ આરોપનો ઇન્કાર કરી દીધો હતો.

360 ફુટ ઉચા ધ્વજ  લહેરાવીને બનાવ્યો વિશ્વ રિકોર્ડ
3.50 કરોડ રૂપિયાના ખર્ચે ઝંડો તૈયાર કરવામાં આવ્યો
55 ટન લોખંડનનો ઉપયોગ કરીને પોલ તૈયાર કરવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો
60 લાખ રૂપિયાના ભાડે પોલ  ઉભો કરવા માટે હાઇડ્રોલિંક ક્રેન મંગાવવામાં આવી છે.
120 ફુટ પહોળા અને 80 ફુટ ઉચો છે રાષ્ટ્રીય ધ્વજ
તિરંગાના પોલ 350 ફુટ ઉચો અને 110 ફુટ મોટો છે.
12 તિંરંગા ઝંડા રિઝર્વમાં રખવામાં આવ્યા છે. જેથી તેના ખરાબ થવા પર બદલાવી શકાય