Education/ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા 30 માર્ચે, લેખિતપરીક્ષા મે માં યોજાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.કોરોનાવાયરસની અસર અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પડી રહી છે. દર વર્ષની જેમ વર્તમાન સમયગાળા

Top Stories Gujarat
1

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.કોરોનાવાયરસની અસર અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પડી રહી છે. દર વર્ષની જેમ વર્તમાન સમયગાળા અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવતી હોય વાલીઓના જીવ ઉંચા થઈ ગયા હતા કે હજી સુધી પરીક્ષાના તારીખો જાહેર કરવામાં કેમ નથી આવી રહી. જોકે શિક્ષણમંત્રી દ્વારા પહેલેથી જ ધરપત આપવામાં આવી હતી કે વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. શિક્ષણ વિભાગે તાજેતરમાં જણાવ્યું હતું કે ધોરણ-10 અને 12ની પરીક્ષા આ વખતે માર્ચ મહિનાની બદલે મે મહિનામાં યોજાશે.  તેની વચ્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

Class XII (science) practical exams to be conducted by GSEB from next academic year - Times of India

Accident / શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, 233 મુસાફરો સાથે ઈન્ડિ…

રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે એક અખબારી યાદીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી છે. 30 માર્ચ થી રાજ્યના દરેક જિલ્લાના કેન્દ્ર પર ધોરણ-12ના વિજ્ઞાનપ્રવાહના પ્રાયોગિક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા અંતર્ગત રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયોનો સમાવેશ થાય છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિસ્તૃત જાણકારી હવે પછીથી આપવામાં આવશે.આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની લેખિતપરીક્ષા મે 2021માં યોજાવાની છે દર વર્ષે આ પરીક્ષા માર્ચ મહિનામાં શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાવાયરસની વિપરીત પરિસ્થિતિના કારણે આ પરીક્ષા બે મહિના મોડી એટલે કે મે મહિનામાં યોજવામાં આવશે.

AP inter time table 2020: Exams to begin from March 4; practical test from from Feb 1

Covid-19 /  શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીને કોરોના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…