Covid-19/  શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીને કોરોના

 શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને કોરોના

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી શાળા માં ધોરણ 10 અને 12 માટે શૈક્ષણિક કાર્ય શરુ થયું છે. કોરોના ની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવી છે.  ત્યારે રાજ્યમાં શાળા શરુ થયાના ત્રણ દિવસમાં એક વિધાર્થીની કોરોના પોઝીટીવ આવી છે.

પ્રપ્પ્ત વિગતો અનુસાર જામનગરમાં શાળા ખુલ્ય બાદ પ્રથમ વિધાર્થીની કોરોના સંક્રમિત બનવાની ઘટના સામે આવી છે. ધોરણ .12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના પોઝીટીવ આવી છે.

ધોરણ ૧૨ માં અભ્યાસ રત વિધાર્થીની કોરોના સંક્રમિત બનતા શાળા સંચાલકો અને વિધાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક બાજુ આજે સરકારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પ્રેક્ટીકલ પરિક્ષાનિ જાહેરાત કરી છે. શું હજુ પણ સરકાર પોતાના શાળા ખોલવામાં નિર્ણય ઉપર અડગ રહેશે કે પછી હજુ વધુ વિધાર્થીઓના કોરોનાગ્રસ્ત બનવાની રાહ જોશે..? આ વાત નો જવાબ તો આવનાર સમય જ લેશે. પરંતુ શકું છે કે હવે વાલીઓ પોતાના વ્હાલસોયાને શાળાએ મોકલતા પહેલા જરૂર એકવાર વિચારતા થઇ જશે.

Political / કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવતુ જીલ્લા ભાજપ, આટલાં…

diplomacy / ભારતની ‘રસી મુત્સદ્દીગીરી’,  જે નેપાળ અને બાંગ્લ…

જો કે આ સમગ્ર મામલે DEO ડોડીયાએ જણાવ્યું છે કે, બાળકી શાળાએ ગઈ જ નથી. પરંતુ એક કંમ્પાઉન્ડ હોવાથી આગામી એક શિક્ષણકાર્ય બંધ  રાખવામાં આવશે. બાળકીના હોસ્ટેલમાં પ્રેવશ પૂર્વ એન્ટીજન ટેસ્ટ  કરવામાં આવ્યો હતો. અને જેમાં બાળકી કોરોના સંક્રમિત જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…