Bhavnagar News/ હરખ શોકમાં ફેરવાયો! ભાવનગર સંગઠનની યાદી જાહેર થતા જ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું મોત

Bhavnagar Bakshi Panch Morcha President Heart Attack : ભાવનગર ભાજપમાં શોકનો માહોલ. બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ રબારીનું સંગઠનની યાદી જાહેર થયાની થોડી જ ક્ષણોમાં હાર્ટ એટેકથી મોત થયું છે

Gujarat Top Stories Others
Bhavnagar BJP Bhavesh Rabari Death

Bhavnagar BJP Bhavesh Rabari Death : ભાવનગર શહેર ભાજપમાં રવિવારે સાંજે ઉત્સાહ અને ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ભાજપ દ્વારા નવા સંગઠનનું માળખું જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ રબારીનું અચાનક હાર્ટ એટેકથી નિધન થતાં ભાજપ પરિવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

Bhavnagar : જવાબદારી મળી અને કાળે તરાપ મારી

રવિવારે મોડી સાંજે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે નવા સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. લાંબા સમયની રાહ જોયા બાદ જાહેર થયેલી આ યાદીમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભાવેશ રબારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. હજુ તો કાર્યકરો અને સમર્થકો તેમને વધાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ કાળે તરાપ મારી હતી.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો

મળતી માહિતી મુજબ, સાંજે 6:30 કલાકે જ્યારે સંગઠનની યાદી જાહેર થઈ ત્યારે ભાવેશભાઈ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. યાદીમાં નામ આવ્યાના ગણતરીના સમયમાં જ તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રમુખપદની ખુશી માણવા મળે તે પહેલાં જ તેમના નિધનના સમાચાર આવતા ભાવનગર ભાજપમાં ગમગીની છવાઈ ગઈ છે.

લાંબા ઈન્તજાર બાદ જાહેર થયું હતું સંગઠન

ભાવનગર શહેર ભાજપના નવા સંગઠનને લઈને છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચર્ચાઓ અને ઉત્સુકતા હતી. પ્રદેશ ભાજપ દ્વારા અન્ય જિલ્લાઓમાં સંગઠનની જાહેરાત કરી દેવાઈ હતી, પરંતુ ભાવનગર માટે નિર્ણય લેવાતો નહોતો. આખરે રવિવારે જ્યારે 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને વિવિધ મોર્ચાઓના પ્રમુખોની યાદી જાહેર થઈ, ત્યારે આ ખુશીનો અંત આટલો કરુણ આવશે તેની કોઈએ કલ્પના કરી નહોતી.

ભાવેશ રબારીના અચાનક નિધનથી ભાજપ સંગઠને એક નિષ્ઠાવાન કાર્યકર ગુમાવ્યો છે. સોશિયલ મીડિયા પર અને રાજકીય વર્તુળોમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં ‘મત ચોરી’નો આરોપ લગાવતી કોગ્રેસ, મત ચોરીની 5 રીતોના પુરાવા આપ્યા

આ પણ વાંચો: ડિમોલિશન બાદ મતદારોના નામ દૂર? કોંગ્રેસે લગાવ્યો ભાજપ પર ડમી ફોર્મનો આરોપ

આ પણ વાંચો: વસ્તીના અહેવાલને લઈને રાજકીય હંગામો થતા ભાજપ અને કોગ્રેસની પ્રતિક્રિયા