Not Set/ જામનગર: વડાપ્રધાનના આગમનને લઇ તૈયારીઓ શરૂ, ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ

જામનગર, જામનગરમાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા-જુદા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.જેને લઇ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાનના આગમનને લઇને  તૈયારીઓ ખુબ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અદ્યતન સુવિધા સાથેની નવી સરકારી હોસ્પિટલ, નવી પાણીની પાઇપલાઇન, […]

Gujarat Others Trending

જામનગર,

જામનગરમાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા-જુદા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.જેને લઇ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાનના આગમનને લઇને  તૈયારીઓ ખુબ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અદ્યતન સુવિધા સાથેની નવી સરકારી હોસ્પિટલ, નવી પાણીની પાઇપલાઇન, નવા આવાસો અને ગર્લ્સ તેમજ બોયઝ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ સહિતના હજારો કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવશે.

તેમજ સૌની યોજના હેઠળ રણજીત સાગર ડેમ ભરવાનો પ્રારંભ અને ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ સભાનું આયોજન પણ કરવામાં આવેલ છે.