ભરૂચ,
ભરૂચના લિંક રોડ પર ખેડૂતોઓએ ચક્કાજામ કર્યો. મગ ખરીદીનું કેન્દ્ર ફાળવવાની માંગ કરાઇ. પાકના પોષણક્ષમ ભાવ આપવા પણ માંગ કરાઇ. રસ્તા પર ટ્રેકટર મૂકી દઈ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ. પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જ કરી ટ્રેક્ટરો રસ્તા પરથી ખસેડાયા હતા. 2 થી વધુ ખેડૂતોને ઈજાઓ પહોંચી હતી.
