ભીંતચિત્ર વિવાદ/ સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે જો વિવાદાસ્પદ ભીંતચિત્ર હટાવી લેવામાં નહીં આવે તો હથિયાર ઉઠાવતાં પાછા નહીં પડીએ અને આ લોકોનો વધ કરી નાખીશ.

Top Stories Others
Untitled 8 સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી

બોટાદ જિલ્લામાં આવેલુ સારંગપુર હનુમાન મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં પુરા ભારતભરમાંથી લોકો હનુમાન દાદાના દર્શને આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સારંગપુર મંદિર ખાતે બનાવેલ હનુમાન દાદાની મૂર્તિની નીચેના ભીંતચિતોને લઈ વિવાદ સર્જાયો છે.ત્યારે આવામાં બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે જો વિવાદાસ્પદ ભીંતચિત્ર હટાવી લેવામાં નહીં આવે તો હથિયાર ઉઠાવતાં પાછા નહીં પડીએ અને આ લોકોનો વધ કરી નાખીશ.

મહંત પરમેશ્વર મહારાજે જણાવ્યું કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.

આ વિવાદમાં ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ પણ કડક નિવેદન આપ્યું છે. વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે આ સિવાય જણાવતા કહ્યુ હતું કે ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે.

તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રીહનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે. કોઇને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જાય.

બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ