સુરત/ પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીજ સાથે સાજીદ નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

Gujarat Surat
Untitled 211 2 પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન...ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ

@અમિત રૂપાપરા 

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી નામનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ ગાંજા ઉપરાંત અન્ય નસીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો કાર્યવાહી કરી છે. ત્યારે સુરતની ચોક બજાર પોલીસને ગાંજાના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં સફળતા મળી છે. આ ઈસમ પાસેથી 5 કિલો કરતાં વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક બજાર વેડ રોડ ત્રિવેણી સોસાયટી નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટની બાજુમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દિવાલ પાસે બેસેલા એક ઈસમ પર પોલીસને શંકા ગઈ હતી. તેથી પોલીસ દ્વારા આ ઈસમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પાસે એક પ્લાસ્ટિકની કાળા કલરની કોથળી હતી. તે કોથળીની અંદર તપાસ કરતા તેમાં શંકાસ્પદ વનસ્પતિ મળી આવી હતી. જોકે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ઈસમ પાસે જે વનસ્પતિજન્ય માદક પદાર્થ હતા તે ગાંજો છે.

જેથી સુરતની ચોક બજાર પોલીસે 5 કિલો 53 ગ્રામ ગાંજા સાથે રામચંદ્ર જના નામના ઈસમની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા રામચંદ્ર જના નામના ઇસમ પાસેથી જે ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની કિંમત 50,530 રૂપિયા થવા પામે છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે કે, રામચંદ્ર જના કે જેની પાસેથી 5 કિલો કરતાં વધારે ગાંજો મળ્યો છે તે આ ગાંજાનો મુદ્દામાલ કોની પાસેથી લાવ્યો હતો? કેટલા સમયથી તે ગાંજાનું વેચાણ કરતો હતો અને આ ગાંજો તે કોને આપવાનો હતો.

આ પણ વાંચો:સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત, અમદાવાદ-વડોદરાને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

આ પણ વાંચો:રક્ષાબંધને બહેન કહેશે…બસ હવે બહુ થયું…’નો ડ્રગ્સ’

આ પણ વાંચો:9 મહિનાનું બાળક LED બલ્બ ગળી ગયું….!!

આ પણ વાંચો:ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન