ક્રાઈમ/ સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વર્કઆઉટમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસ પાસેથી એક ઈસમ પિસ્તોલ સાથે ફરી રહ્યો છે.

Gujarat Surat
પિસ્તોલ

@અમિત રૂપાપરા 

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીજ સાથે સાજીદ નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી સામે અગાઉ સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ IPCની કલમ 323, 324 અને 504 મુજબનો ગુનો નોંધાયો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સાજીદને ઇસ્માઈલ નામના ઈસમ સાથે ઝઘડો ચાલતો હતો. ઈસ્માઈલ જેલમાંથી છૂટીને તેના પર હુમલો કરશે તેવા ડરના કારણે તે પોતાની પાસે પિસ્તોલ રાખીને ફરતો હતો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વર્કઆઉટમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસ પાસેથી એક ઈસમ પિસ્તોલ સાથે ફરી રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ નજીકથી શાકભાજી વેચવાનો ધંધો કરતા સાજીદ ઉર્ફે ચિનો કાકુજી નામના ધરપકડ કરવામાં આવી છે. આઈસમ કોસાડ એસએમસી આવાસનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીજ સહિત કુલ 20,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સાજીદ ઇર્ફે ચીનો કાકુજી સામે અગાઉ સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત રાંદેર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ 323, 324, 504 અને 114 મુજબ ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ પણ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. ત્યારે હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયાર સાથે આઈસમની ધરપકડ કરી તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ કરાઈ હતી.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન સાજીદે એક વ્યક્તિ પાસેથી પિસ્તોલ લીધી હતી અને જે વ્યક્તિ પાસેથી પિસ્તોલ લીધી હતી તેનું કોરોના મહામારી દરમિયાન જ મોત થયું હતું. આ ઉપરાંત પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપી સાજીદને ઈસ્માઈલ નામના ઇસમ સાથે રાંદેરની જમીનને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાની અદાવતમાં અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં સાજીદ અને ઈસ્માઈલએ એકબીજા સામે સામસામે ફરિયાદ પણ કરી હતી.

તો બીજી તરફ સાજીદે ઇસ્માઈલ પર લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે હુમલો કર્યો હતો તેને લઈને લાલગેટ પોલીસે હત્યારના પ્રયાસનો ગુનો પણ સાજીદ સામે નોંધ્યો છે અને હાલ ઈસ્માઈલ જેલમાં છે અને જેલમાંથી છૂટીને ઇસ્માઈલ સાજીદ પર હુમલો કરી શકે છે. તે વાત ધ્યાનમાં રાખીને આ સાજીદ પોતાની પાસે પિસ્તોલ રાખીને ફરતો હતો. હાલ તો ઇસ્માઈલ અને સાજીદ વચ્ચે જે અદાવત ચાલી રહી છે તેમના અન્ય કોઈની સંડોવણી છે કે, નહીં તે બાબતે પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈસ્માઈલ અને સાજીદના સંપર્કમાં રહેલા ઇસમોને ક્રાઈમ બ્રાન્ચ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત, અમદાવાદ-વડોદરાને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

આ પણ વાંચો:રક્ષાબંધને બહેન કહેશે…બસ હવે બહુ થયું…’નો ડ્રગ્સ’

આ પણ વાંચો:9 મહિનાનું બાળક LED બલ્બ ગળી ગયું….!!

આ પણ વાંચો:ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન