Not Set/ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 8 કોરોના દર્દીઓનાં મોતથી હાહાકાર, તાપસના આદેશ છુટ્યા

એક તરફ કાળમુખા કોરોનાનાં કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે, લોકોમાં કોરોનાનાં વધતા સંક્રમણ અને મોતનાં આંકડાને કારણે પહલેથી જ ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે, ત્યારે રોજને રોજ કોઇને કોઇ હોસ્પિટલની બેદરકારને કારણે લોકોનાં થતા મોતને કારણે લોકોમાં આક્રોષ પણ જન્મી રહ્યો છે. અને ફરી આવા જ એક કારણે અમદાવાદમાં કોરોનાનાં 8 – 8 દર્દીઓએ […]

Ahmedabad Gujarat
7a95eabf094f64c0180b9e66472dde14 કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 8 કોરોના દર્દીઓનાં મોતથી હાહાકાર, તાપસના આદેશ છુટ્યા
7a95eabf094f64c0180b9e66472dde14 કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 8 કોરોના દર્દીઓનાં મોતથી હાહાકાર, તાપસના આદેશ છુટ્યા

એક તરફ કાળમુખા કોરોનાનાં કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે, લોકોમાં કોરોનાનાં વધતા સંક્રમણ અને મોતનાં આંકડાને કારણે પહલેથી જ ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે, ત્યારે રોજને રોજ કોઇને કોઇ હોસ્પિટલની બેદરકારને કારણે લોકોનાં થતા મોતને કારણે લોકોમાં આક્રોષ પણ જન્મી રહ્યો છે. અને ફરી આવા જ એક કારણે અમદાવાદમાં કોરોનાનાં 8 – 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાની વિગતો વિદિત છે. 

જી નહીં, અમદાવાદમાં મરણજનાર 8 કોરોનાનાં દર્દીનાં કોરોનાનાં કારણે નહી પરંતુ હોસ્પિટલમાં અગમ્ય કારણે આગ લાગવાથી મોત થયાનું સામે આવી રહ્યું છે. સામે આવી રહેલી વિગતો પ્રમાણે અમદાવાદનાં નવરંગપુરામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નવરંગપુરની શ્રેય હોસ્પિટલમાં આગનાં કારણે 8 દર્દીઓના મોત થાય છે. 

કોવિડ – શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે ICU વોર્ડમાં લાગેલી આગમાં 8 કોરોનાનાં સંક્રમિત દર્દીઓનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ AMCની ટીમ અને પોલીસ ટીમો શ્રેય હોસ્પિટલ દોડી ગઇ હતી અને પ્રાથમીક તપાસમાં સામે આવતી વિગતો અનુસાર આગ શોર્ટ સર્કિટથી લાગી હોવનું અનુમાન કાઢવામાં આવી રહ્યું છે. શ્રેય હોસ્પિટલમાં મરણજનાર 8 દર્દીઓમાં 5 પુરુષ દર્દીઓ અને 3 મહિલા દર્દીઓનાં મોત નીપજ્યા છે. અફરાતફરીના માહોલ વચ્ચે હાલ પણ એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 35 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. 

આગ અને આગનાં કારણે 8 કોરોના દર્દીઓના મોતનાં સમાચાર સામે આવતા અમદાવાદનાં નવરંગપુરાનાં કોર્પોરેટર અમિત શાહ તેમજ ભાજપ ધારાસભ્ય રાકેશ શાહ હોસ્પિટલ પહોંચ્યા હતા. તત્કાલ સમગ્ર ઘટનાની જાણ રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ કરવામાં આવતા, ગૃહમંત્રી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. દુખદ ઘટના મામલે ભાવિન સોલંકી પણ શ્રેય હોસ્પિટલ પહોંચ્યા હતા અને માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 49 દર્દીઓ દાખલ હતા.

અમદાવાદની કઇ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા માતમ છવાયો ?

Posted by Mantavya on Wednesday, 5 August 2020

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews