Disinvestment/ 65,000 કરોડઃ સરકાર એકત્રિત કરશે આટલી જંગી રકમ ત્રણ કંપનીઓની હિસ્સેદારી વેચીને

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારી કંપનીઓમાં હિસ્સા વેચાણની પ્રક્રિયા દ્વારા 65,000 કરોડની રકમ એકત્રિત કરવાનો અંદાજ મૂક્યો છે. તેમાથી 24 હજાર કરોડની રકમ અત્યાર સુધીમાં એકત્રિત કરવામાં આવી ચૂકી છે.

Top Stories India
Modi 3 65,000 કરોડઃ સરકાર એકત્રિત કરશે આટલી જંગી રકમ ત્રણ કંપનીઓની હિસ્સેદારી વેચીને

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારી કંપનીઓમાં હિસ્સા વેચાણની પ્રક્રિયા દ્વારા 65,000 કરોડની રકમ એકત્રિત કરવાનો અંદાજ મૂક્યો છે. તેમાથી 24 હજાર કરોડની રકમ અત્યાર સુધીમાં એકત્રિત કરવામાં આવી ચૂકી છે. ભારત સરકાર કોલ ઈંડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ (RCF)માં 5થી 10 ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે.

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર શેરબજારમાં ઉછાળો અને નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રેવન્યૂ વધારવા માટે કોલ ઈંડિયા અને હિન્દુસ્તાન ઝિંક સહિત સરકારી કંપનીઓમાં નાની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહ્યું છે. સરકાર બાકીની આ ત્રણ ચાર કંપનીઓમાં ઓફર ફોલ સેલ દ્વારા 16,000થી લઈને 20,000 કરોડ રૂપિયા સુધી એકઠા કરી શકે છે. સરકાર માર્ચ, 2023 સુધી ત્રણ મોટી સરકારી કંપનીઓમાં પોતાના શેર વેચશે. આ કંપનીઓના ઓએફએસ (ઓફર ફોર સેલ) લાવવાની તૈયારી કરી રહ્યું છે.

જાણો કઈ કંપનીમાં કેટલીય વેચશે ભાગીદારી
બ્લૂમબર્ગમાં જણાવ્યા મુજબ સરકારને ત્રણ કંપનીઓમાં ઓફર ફોર સેલ દ્વારા 16,500 કરોડની રકમ અથવા તો બે અબજ ડોલરની રકમ મળી શકે છે. સરકાર કોલ ઇન્ડિયામાં ઓફર ફોર સેલ દ્વારા તેનો ત્રણ ટકા હિસ્સો વેચશે. કોલ ઇન્ડિયાનો હિસ્સો વેચી 5,000 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરશે. હિંદુસ્તાન ઝિંકમાં 8 ટકા ભાગીદારી વેચીને સરકાર 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેના પછી આરઆઇટીઇએસમાં દસ ટકા હિસ્સેદારી વેચી 1,000 કરોડ રૂપિયા એકત્રિત કરશે.