Not Set/ કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

નવી દિલ્હી, ૨૬ જુલાઈ, એટલે કે આજે કારગિલ વિજય દિવસ છે. આજથી લગભગ ૧૯ વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનોએ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી હતી અને કારગિલ પર તિરંગો લહેરાવ્યો હતો. ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો […]

Top Stories India Trending
Kargil Vijay Diwas કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

નવી દિલ્હી,

૨૬ જુલાઈ, એટલે કે આજે કારગિલ વિજય દિવસ છે. આજથી લગભગ ૧૯ વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનોએ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી હતી અને કારગિલ પર તિરંગો લહેરાવ્યો હતો.

૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી.

Vijay Diwas કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

અંદાજે ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતને જીત મળવાની સાથે જ દુનિયાએ પણ ભારતની તાકાતનો પરચો દેખ્યો હતો.

જાણો, ૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્દની અનસુની વાતો :

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની શરૂઆત ૮ મે, ૧૯૯૯ના રોજ જયારે પાકિસ્તાનના સૈનિકો અને કાશ્મીરી આતંકીઓને કારગિલના પહાડો પર જોવામાં આવ્યા હતા, ત્યારબાદ આ અંગેની માહિતી સેનાને મળી હતી.

પાકિસ્તાનની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ ૫ મે, ૧૯૯૯માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના ૬ જવાનો ત્યાં પહોચ્યા હતા, પરંતુ તોએને પાકિસ્તાનની સેનાએ ઘેરી લીધા હતા. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ક્ષત-વિક્ષિત હાલતમાં મળ્યા હતા.

kargil war 1532580951 કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

આ અમાનવીય ઘટના બાદ કારગિલનું યુદ્ધ શરુ થઇ ગયું હતું. ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો.

કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં ૧૧ કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનમાં ૧૯૯૮માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાન આ ઓપરેશનની તૈયારી ૧૯૯૮થી કરી રહ્યું હતું.

કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

આ કામ માટે પાકિસ્તાન સેનાએ પોતાના ૫૦૦૦ જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા.

આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આં મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.

ઉર્દુ ડેલીમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું, કારણ કે આ યુદ્ધમાં પાકિસ્તાનના ૨૭૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.

બીજી બાજુ જયારે કારગિલની ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરાયો હતો.

mirage2000 072816083030 1 કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-૨૭ અને મિગ-૨૯નો પ્રયોગ કરાયો હતો. આં દરમિયાન મિગ-૨૯  ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાન દ્વારા પાકિસ્તાનની ચોકીઓ પર R-૭૭ મિસાઈલ દાગવામાં આવી હતી.

કારગિલનું યુદ્ધ શરુ થયા બાદ ૧૧ મેથી ભારતીય વાયુસેનાની ટુકડીએ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાના ૩૦૦ વિમાન ઉડાન ભરતા હતા.

724807743 IAF 6 કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

કારગિલની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે ૧૬૦૦૦ થી ૧૮૦૦૦ ફૂટ ઉપર છે. આં સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે ૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી હતી.

ત્યારે આ સ્થિતિમાં હવાનું દબાણ ૩૦ %થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન પાયલોટનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટનાગ્રસ્તથઇ શકે છે. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ જવાનોને વીરતા અન સાહસની શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કર્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અંગે વાત કરવામાં આવે તો આર્ટિલરી દ્વારા ૨,૫૦,૦૦૦ ગોળા અને રોકેટ દાગવામાં આવ્યા હતા.

કારગિલ વિજય દિવસ પર જાણો, ૧૯૯૯ના યુદ્ધની જાણી-અજાણી વાતો

આ ઉપરાંત ૩૦૦થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે ૫૦૦૦ બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ ૧૭ દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

આં યુદ્ધ પાછી એ પણ માનવામાં આવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દ્વારા દુશમન દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી.

૨૬ જુલાઈ, ૧૯૯૯ન રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય જવાનોને કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.