Not Set/ જાણો, ગર્ભપાત કરાવ્યા પછી થઇ શકે છે આવી સમસ્યાઓ

અમદાવાદ ગર્ભપાતનું નામ સાંભળતાની સાથે માનસ મનમાં અનૈતિકતાનું પ્રતિબિંબ પડે છે. પરંતુ ગર્ભપાત કરાવતી વખતે અને ત્યારાબાદની શારીરિક પીડા અસહનીય હોય છે. ગર્ભપાત આમતો શારીરિક અને માનસિક બંન્ને રીતે ખૂબ મુશ્કેલ હોય છે. ગર્ભપાત કરાવતી વખતે મહિલાના શરીરમાં કેટલાક બદલાવ થાય છે. એવા સમયે અધૂરો ગર્ભપાત કે સંક્રમણ મહિલા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. […]

Health & Fitness Lifestyle
mk જાણો, ગર્ભપાત કરાવ્યા પછી થઇ શકે છે આવી સમસ્યાઓ

અમદાવાદ

ગર્ભપાતનું નામ સાંભળતાની સાથે માનસ મનમાં અનૈતિકતાનું પ્રતિબિંબ પડે છે. પરંતુ ગર્ભપાત કરાવતી વખતે અને ત્યારાબાદની શારીરિક પીડા અસહનીય હોય છે. ગર્ભપાત આમતો શારીરિક અને માનસિક બંન્ને રીતે ખૂબ મુશ્કેલ હોય છે. ગર્ભપાત કરાવતી વખતે મહિલાના શરીરમાં કેટલાક બદલાવ થાય છે. એવા સમયે અધૂરો ગર્ભપાત કે સંક્રમણ મહિલા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આપણે કેટલીક એવી બાબતોની વાત કરીશું જે ગર્ભપાત સમયે ઉપયોગી બની શકે.

  1. વધુ પ્રમામમાં લોહી નિકળવું:  ગર્ભપાત વખતે બ્લીડિંગ સામાન્ય છે. પરંતુ જો વધુ માત્રમાં લોહી નિકળતું હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ. આ ઉપરાંત જો માથું હળવું લાગતું હોય, ચક્કર આવતા હોય આ સ્થિતી કોઇ આતંરીક નુકશાની નો સંકેત હોય છે. આ માટે ગર્ભપાત વખતે થયેલી કોઇ ચુક જવાબદાર છે. આવા સમયે પણ હોક્ટરની મદદ લેવી જોઇએ.

2. ગર્ભપાત બાદ દુઃખાવો થવોઃ ગર્ભપાત પહેલા ગર્ભાશયનો આકાર બદલાઇ જાય છે. બાદમાં તે ધીરે-ધીરે પોતાના સામાન્ય આકારમાં આવી જાય છે. ગર્ભપાત વખતે થતો દુઃખાવો માસિક વખતે થતા દુઃખાવા કરતા વધારે હોય છે. આ દુઃખાવાથી રાહત મેળવવા માટે ગરમ દ્રવ્યોનું સેવન કરવું તેમજ ગરમ પાણીના સેક લેવા જોઇએ તેમ છતાં પણ દુઃખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. આ પાછળ ગર્ભપાત સમયે અસાવધાની જવાબદાર હોઇ શકે છે.

3. સંક્રમણની સમસ્યાઃ ગર્ભપાત બાદ ગર્ભાશયની ગ્રીવા ખુલ્લી રહેવાના બનાવો બનાતા હોય છે. આવા સમયે મુત્રમાર્ગમાં સંક્રમણની સમસ્યા થઇ શકે છે. આવા સમયે રૂ ના પુમડાનો ઉપયોગ કરવો, સાર્વજનિક પુલ, બાથ ટબનો ઉપયોગ કે, સેક્સ ( સેક્સુઅલ ઇંટરકોર્સ)થી દુર રહેવું જોઇએ અને જો વધારે દુઃખાવો થતો હોય તો ગાયનેકોલોજિસ્ટને મળીને યોગ્ય ચેકઅપ કરવાવી લેવો જોઇએ. ગર્ભપાતના બે દિવસ બાદમાં પણ ગર્ભાશય સંક્રમણની સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરી એન્ટીબાયોટિક્સ વડે તેનો ઉપચાર કરવવો જોઇએ.