Not Set/ આજે જ ઘરે ટ્રાય કરો મસાલા દાળ, બનવવાની રીત

સામગ્રી 2 1/2 ટેબલસ્પૂન પીળી મગની દાળ 2 1/2 ટેબલસ્પૂન મસૂરની દાળ 2 1/2 ટેબલસ્પૂન છલટીવાળી અડદની દાળ 2 1/2 ટેબલસ્પૂન તુવરની દાળ મીઠું  (સ્વાદાનુસાર) 1 ટેબલસ્પૂન ઘી 1/4 કપ ખમણેલા કાંદા 1/2 કપ ઝીણા સમારેલા ટમેટા મીઠું (સ્વાદાનુસાર) પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીની મદદ વડે) 3 લસણની કળી 1 ટીસ્પૂન આખા ધાણા 1/2 ટીસ્પૂન જીરું 1/4 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર 4 આખા સૂકા […]

Food Lifestyle
mahi lop આજે જ ઘરે ટ્રાય કરો મસાલા દાળ, બનવવાની રીત

સામગ્રી

2 1/2 ટેબલસ્પૂન પીળી મગની દાળ
2 1/2 ટેબલસ્પૂન મસૂરની દાળ
2 1/2 ટેબલસ્પૂન છલટીવાળી અડદની દાળ
2 1/2 ટેબલસ્પૂન તુવરની દાળ
મીઠું  (સ્વાદાનુસાર)
1 ટેબલસ્પૂન ઘી
1/4 કપ ખમણેલા કાંદા
1/2 કપ ઝીણા સમારેલા ટમેટા
મીઠું (સ્વાદાનુસાર)

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીની મદદ વડે)
3 લસણની કળી
1 ટીસ્પૂન આખા ધાણા
1/2 ટીસ્પૂન જીરું
1/4 ટીસ્પૂન હળદર
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર
4 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં  (ટુકડા કરેલા)
25 મિલીમીટર (1) નો આદુનો ટુકડો
25 મિલીમીટર (1) નો તજનો ટુકડો
1 કાળા મરી
2 લવિંગ

સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
રોટી

બનાવવાની રીત 

બધી દાળને સાથે ધોઇને 1 1/2 પાણી અને મીઠું મેળવી, મિક્સ કરીને પ્રેશર કુકરની 2 સીટી સુધી બાફી લો. કુકરનું ઢાકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો.

તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી, મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો. તેમાં ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે હલાવતા રહી, રાંધી લો.

છેલ્લે તેમાં બાફેલી દાળ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા થોડા સમય પર હલાવતા રહી, 4 થી 5 મિનિટ સુધી રાંધી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.