Relationship/ શું તમારો જીવનસાથી અલગ બેડ પર સૂવું વધારે પસંદ કરે છે? જાણો શું હોઇ શકે છે કારણ

આજે દુનિયાભરમાં કોરોનાએ લોકો વચ્ચેનાં અંતરને વધારી દીધુ છે. બને તેટલુ લોકો એકબીજાથી અંતર રાખી રહ્યા છે. પરંતુ શું આ પ્રકારનું અંતર મેરિડ કપલ રાખે તો સારુ? તો જવાબ મળશે હા.

Health & Fitness Lifestyle Relationships
કપલ સાથે નહી સુવે

આજે દુનિયાભરમાં કોરોનાએ લોકો વચ્ચેનાં અંતરને વધારી દીધુ છે. બને તેટલુ લોકો એકબીજાથી અંતર રાખી રહ્યા છે. પરંતુ શું આ પ્રકારનું અંતર મેરિડ કપલ રાખે તો સારુ? તો જવાબ મળશે હા. જી હા, આવુ એક સ્ટડીમાં બહાર આવ્યુ છે.

આ પણ વાંચો – Relationship Tips / લગ્ન પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો સંબંધોમાં આવી શકે તકરાર

લગ્નબાદ કપલ દરેક વસ્તુ શેર કરે છે. રૂમથી લઇને બેડ તથા બધો સામાન પણ શેર કરે છે. પરંતુ શુ આ સંબંધ માટે સારુ છે? શુ અલગ અલગ સુવુ મેરિડ કપલ માટે વધુ સારુ છે? તો ચાલો જાણીએ. ટોંરેન્ટોનાં રાયસન યૂનિવર્સિટી તરફથી કપલનાં અલગ સૂવાને લઇને એક સ્ટડી કરવામાં આવી હતી. જે કપલ્સ પર આ સ્ટડી થઇ એમાંથી 30-40 ટકા કપલે માન્યુ છે કે રાતમાં અલગ અલગ બેડ પર સુવાથી તેમની પોતાની રિલેશનશીપ હેપી બનાવી રાખવામાં મદદ મળે છે. જો કે પાર્ટનરની સાથે બેડ શેર કરવામાં તમારી બોડીને તેમના સ્લીપિંગ પેટર્ન મુજબ ઢળવુ પડે છે. ઘણી વાર કપલમાંથી એકને સ્નોરિંગની આદત થાય છે જે સુતા બાદ શાંતિ પસંદ પાર્ટનરની ઉંઘ ઉડાડી શકે છે. ઉંઘ નહી આવવા પર ચિડચીડાપણુ વધે છે જે સંબંધ પર પણ અસર નાખે છે. ઘણી વાર લગ્ન થયા બાદ પણ કપલ બેડ શેરિંગની સાથે કંમ્ફર્ટેબલ નથી થઇ શકતા. ત્યાંજ કેટલીક સ્થિતીમાં પાર્ટનરની વર્કિંગ ટાઇમિંગ અલગ અલગ હોય છે. જેના કારણે કપલની ઉંઘ વારંવાર તૂટે છે. ઠીકથી ઉંઘ ન આવવા પર ધીરે ધીરે તેની અસર તેના મૂડ, હેલ્થ અને પછી સંબંધો પર પડે છે.

આ પણ વાંચો – helath / જો તમને અડધી રાત્રે વારંવાર ભૂખ લાગે છે, તો આ વસ્તુઓ તમે ખાઈ શકો છો….

કેટલીક સ્થિતીઓમાં પાર્ટનર એક બીજાથી ચીડાઇ જાય છે કે દરેક વસ્તુઓ માટે એક બીજાને જવાબદાર ઠેરવવાનુ શરુ કરી દે છે. એ કોઇ પણ સંબંધને તોડવા માટે પૂરતુ છે. સ્ટડી અનુસાર કપલને રિલેશનશીપ બતાવવા માટે બેડ શેર કરવો જરુરી નથી. બોડી અને મેંટલ હેલ્થ માટે ઉંઘ ઘણી વધુ જરુરી છે અને જો અલગ સુઇને એ મેળવી શકાય તો તેનાથી સારુ કઇ ન હોઇ શકે.