નિર્ણય/ વેક્સિન સર્ટીફિકેટમાંથી PM મોદીની તસવીર હટાવવામાં આવશે,જાણો કારણ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રસીના પ્રમાણપત્રમાંથી મોદીની તસવીર હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે

Top Stories India
8 6 વેક્સિન સર્ટીફિકેટમાંથી PM મોદીની તસવીર હટાવવામાં આવશે,જાણો કારણ

 

વેક્સિન સર્ટિમાંથી PM મોદીની તસવીર હટશે
ચૂંટણીવાળા પાંચ રાજ્યો માટે લેવાયો નિર્ણય
ચૂંટણીની જાહેરાત બાદ લેવાયો નિર્ણય
કોવિન એપમાં પણ સરકારી જાહેરાતો હટશે
માર્ચ 2021માં પણ ચૂંટણી વખતે હટ્યો હતો

પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે  આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આ કારણે આ રાજ્યોમાં જારી કરાયેલા કોરોનાવાયરસ રસીકરણના પ્રમાણપત્રો પર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવવામાં આવશે નહીં,સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રસીના પ્રમાણપત્રમાંથી મોદીની તસવીર હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે.

નોંધપાત્ર રીતે, ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મત ગણતરી 10 માર્ચે થશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે, સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

અગાઉ માર્ચ 2021 માં, આરોગ્ય મંત્રાલયે પણ કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચના સૂચન પર આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન સમાન પગલું ભર્યું હતું.