Not Set/ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન, એક જ દિવસમાં 17 કેસ સાથે કુલ કેસ 21 થયા

દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટ ધીરે-ધીરે વધુને વધુ લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે.. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના કુલ 21 કેસ સામે આવ્યા છે.

India
Untitled 14 7 દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન, એક જ દિવસમાં 17 કેસ સાથે કુલ કેસ 21 થયા

ભારતમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસો વધવા લાગ્યા છે.દેશમાં રવિવારે એક જ દિવસમાં ત્રણ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 17 કેસ નોંધાયા. રાજસ્થાનમાં રવિવારે ઓમિક્રોનના 9 કેસ નોંધાયા.મહારાષ્ટ્રમાં 7 ઓમિક્રોનના કેસ નોંધાયા  તો દિલ્હીમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો.મહારાષ્ટ્રમાં નવા સાત ઓમિક્રોન પોઝિટિવ સાથે હવે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 8 થઇ છે.

મહારાષ્ટ્રમાં સામે આવેલા નવા 7 કેસોની વાત કરીએ તો એનઆરઆઈ મહિલા અને તેની બે પુત્રીઓ ઓમિક્રોન પોઝિટિવ આવી છે. આ ઉપરાંત આ મહિલાનો ભાઇ અને તેની બે સગીર પુત્રીઓ પણ ઓમિક્રોન પોઝિટિવ આવી છે. આ સાથે ફિનલેન્ડથી પૂણે આવેલી એક મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

આ પણ વાંચો ;ગાંધીનગર / સરગાસણની એક સોસાયટીમાં કાર નીચે આવ્યુ બાળક, થયુ કરૂણ મોત

એ જ રીતે રાજસ્થાનમાં એક પરિવારના ચાર સભ્યો ઓમિક્રોન પોઝિટિવ થયા છે. આ ચારેય સભ્યો ૨૫મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને મુંબઈ થઈને જયપુર પહોંચ્યા હતા. અહીં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. આ રિપોર્ટમાં તેઓ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ ચાર સભ્યો સાથે રાજસ્થાનમાં અન્ય 5 નવા ઓમિક્રોન પોઝિટવ કેસ નોંધાયા છે.

દિલ્હીની વાત કરીએ તો તાન્ઝાનિયાથી દિલ્હી આવેલો ૩૭ વર્ષીય યુવાન ણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. દિલ્હીમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ છે. રાંચી નિવાસી યુવાન બીજી ડિસેમ્બરે તાન્ઝાનિયાથી દોહા અને ત્યાંથી દિલ્હી આવ્યો હતો. તેણે રસીના બંને ડોઝ લીધા છે. તે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક સપ્તાહ રોકાયો હતો. તેને હાલ લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ પણ વાંચો ;ગુજરાત / વડોદરાનાં એક પોલીસ કોન્સ્ટેબલનો તોડબાજી કરતો ઓડિયો વાયરલ

આ સાથે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 21 પર પહોંચી છે.. જેમાં રાજસ્થાન 9 , મહારાષ્ટ્ર 8, કર્ણાટક 2, ગુજરાત 1 અને દિલ્હી 1 કેસનો સમાવેશ થાય છે.