Not Set/ બુલંદ શહેર હિંસા: હિંસા ફેલાવનાર અને બીજેપી સાથે સંકળાયેલ આરોપી શિખર અગ્રવાલની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશમાં ૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે થયેલી હિંસામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બુલંદ શહેર હિંસાનો મુખ્ય આરોપી શિખર અગ્રવાલની ધરપકડ કરવામાં યુપી પોલીસને સફળતા મળી છે. Shikhar Aggarwal, accused in murder case of Inspector Subodh Singh in #BulandshahrViolence, arrested by Bulandshahr police from Hapur today pic.twitter.com/UTePsqiHV8— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, […]

Top Stories India Trending
z બુલંદ શહેર હિંસા: હિંસા ફેલાવનાર અને બીજેપી સાથે સંકળાયેલ આરોપી શિખર અગ્રવાલની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશમાં ૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે થયેલી હિંસામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બુલંદ શહેર હિંસાનો મુખ્ય આરોપી શિખર અગ્રવાલની ધરપકડ કરવામાં યુપી પોલીસને સફળતા મળી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી શિખર અગ્રવાલ બીજેપી યુથ વીંગ સાથે જોડાયેલ છે.

બુલંદ શહેરની ઘટના પછી તે ભાગી હયો હતો. શિખર ઉપર હિંસાને ભડકાવવાનો આરોપ છે. મળેલી જાણકારી પ્રમાણે શિખર અગ્રવાલ બીજેપી યુવા મોરચાના સ્યાના નગરનો અધ્યક્ષ છે.

બુલંદ શહેરમાં ગૌ હત્યાને મામલે થયેલી હિંસાનો મુખ્ય આરોપીને યુપી પોલીસે દબોચી લીધો હતો. હિંસાનો મુખ્ય આરોપી અને બજરંગ દળનો જીલ્લા સંયોજક યોગેશ રાજની પોલીસે ધરપકડ કરી હતી.

હિંસામાં એક પોલીસ ઇન્સ્પેકટર સુબોધકુમાર અને એક સ્થાનિક યુવકનું મૃત્યુ થયું હતું. સુબોધકુમાર પર ગોળી ચલાવનાર આરોપી પ્રશાંતની ધરપકડ કર્યા બાદ તેમના પર કુહાડીથી હુમલો કરનાર આરોપીને શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

ઇન્સ્પેકટર સુબોધકુમાર પર ગોળી ચલાવનાર આરોપીને પોલીસે બુલંદ શહેર-નોઇડાની બોર્ડર પરથી દબોચી લીધો હતો. આરોપીની ઓળખાણ પ્રશાંત નાથ તરીકે થઇ છે. દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવરની નોકરી કરનાર પ્રશાંતે ઇન્સ્પેકટર સુબોધકુમાર પણ ગોળી ચલાવી હતી. પ્રશાંતે પોતાનો ગુનો કબુલ્યો હતો.