Not Set/ સંસદને પૂછ્યા વગર જ  વગર મોદી સરકારે 99,610 કરોડ રૂપિયાનો ખર્ચ મંજુર કર્યો

દિલ્હી, કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદી સરકારને હિટલરશાહી કહે છે અને તેમનો આ આરોપ સાચો પડે તેવા આંકડા સામે આવી રહ્યાં છે.કેન્દ્ર સરકારે સંસદીય મંજૂરી વિના વર્ષ 2017-18માં 99,610 કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કર્યો હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં જણાવાયું છે.  મોદી સરકારે આ ખર્ચ મંજુર કરવા માટે જે પ્રક્રિયા કરવી પડે તે […]

India
ff સંસદને પૂછ્યા વગર જ  વગર મોદી સરકારે 99,610 કરોડ રૂપિયાનો ખર્ચ મંજુર કર્યો
દિલ્હી,
કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદી સરકારને હિટલરશાહી કહે છે અને તેમનો આ આરોપ સાચો પડે તેવા આંકડા સામે આવી રહ્યાં છે.કેન્દ્ર સરકારે સંસદીય મંજૂરી વિના વર્ષ 2017-18માં 99,610 કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કર્યો હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં જણાવાયું છે.
 મોદી સરકારે આ ખર્ચ મંજુર કરવા માટે જે પ્રક્રિયા કરવી પડે તે કર્યા વગર જ ખર્ચ મંજુર કર્યો હતો.આ રિપોર્ટ અનુસાર, ‘એપ્રોપ્રિએશન એકાઉન્ટ્સના ઓડિટમાં જાણવા મળે છે કે એકાઉન્ટેબિલીટીને પ્રોત્સાહિત કરવામાં ઓથોરિટીઝને નિષ્ફળતા મળી છે અને પરિણામે તેમાં સામેલ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું છે. જેના કારણે સંસદીય મંજૂરી વિના વર્ષ 2017-18 દરમિયાન 99,610 કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કરાયો હતો.’
કેન્દ્ર સરકારના ખાતાઓના ‘આર્થિક ઓડિટ’ સંબંધિત કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે 2017-18 દરમિયાન સંસદની પૂર્વાનુમતિ વિના 1156.80 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
આ રિપોર્ટ અનુસાર, નાણાં મંત્રાલયે નવી સેવાઓ કે નવા સેવા સાધનોનાં મામલે યોગ્ય તંત્ર  તૈયાર કર્યુ નથી. જેના કારણે વધુ ખર્ચ થયો. નાણાં મંત્રાલયને આધીન આર્થિક મામલાઓનો વિભાગ વધારાના ખર્ચ માટે જોગવાઈ વધારવા કાયદાકીય સ્વીકૃતિ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. કેગના અનુસાર દિશા-નિર્દેશો અનુસાર ગ્રાન્ટ સહાય, સબસિડી અને મુખ્ય કામો માટે નવી સેવાની જોગવાઈ વધારવા માટે પ્રથમ સંસદની અનુમતિ લેવાની આવશ્યકતા હોય છે.
રિપોર્ટ અનુસાર આવા 11 કેસો છે કે જે 11017 કરોડ રુપિયાની કેશ સપ્લીમેન્ટરીને લગતા છે, જ્યારે વાસ્તવિક ખર્ચ મૂળ જોગવાઈઓ કરતાં ઓછો રહ્યો હતો.