Not Set/ ડુંગળી ચોરી/ વધતા ભાવ વચ્ચે મુંબઈમાં ડુંગળીની ચોરી, બે આરોપીની ધરપકડ

દેશભરમાં ડુંગળીના વધતા ભાવ વચ્ચે ડુંગળીની ચોરીઓ પણ વધી રહી છે. ડુંગળી ચોરીના આરોપમાં મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પર આરોપ છે કે તેણે મુંબઇના ડુંગળી માર્કેટમાંથી 168 કિલો ડુંગળીની ચોરી કરી હતી. આપને જણાવી દઈએ કે મુંબઇમાં ડુંગળીનો ભાવ આશરે રૂ. 120 રૂપિયા છે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી […]

India
Untitled 97 ડુંગળી ચોરી/ વધતા ભાવ વચ્ચે મુંબઈમાં ડુંગળીની ચોરી, બે આરોપીની ધરપકડ

દેશભરમાં ડુંગળીના વધતા ભાવ વચ્ચે ડુંગળીની ચોરીઓ પણ વધી રહી છે. ડુંગળી ચોરીના આરોપમાં મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પર આરોપ છે કે તેણે મુંબઇના ડુંગળી માર્કેટમાંથી 168 કિલો ડુંગળીની ચોરી કરી હતી. આપને જણાવી દઈએ કે મુંબઇમાં ડુંગળીનો ભાવ આશરે રૂ. 120 રૂપિયા છે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

છેલ્લા ઘણા દિવસોથી પોલીસ આ ડુંગળી ચોરીના આરોપીઓને શોધી રહી હતી. બે શાકભાજી વેચનારાઓએ તેમની દુકાનમાંથી ડુંગળી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસે તેમની શોધખોળ સંભાળી અને બંને આરોપીઓને પકડ્યા. ડુંગળીની ચોરીનો વીડિયો પણ સામે આવ્યો છે.

આપને જણાવી દઈએ કે આ સમયે સમગ્ર દેશમાં ડુંગળીનો ભાવ 200 ની નજીક પહોંચી ગયો છે. ડુંગળી જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ભાવે મળે છે. ડુંગળીની તંગી ઓછી કરવા માટે ભારત સરકારે વિદેશથી ડુંગળીની આયાત કરી છે.

ડુંગળીના છેલ્લા વધતા ભાવને લઇને દિલ્હીમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ યોજાયા હતા. ત્યારે દિલ્હી ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓછા ભાવે લોકોને ડુંગળીનું વિતરણ કરવાનું કામ કર્યું હતું. નોંધનીય છે કે આ વર્ષે વધુ વરસાદને કારણે ખેડૂતોની ખેતી બગડી હતી જેના કારણે લોકો ડુંગળીના વધતા ભાવનો સામનો કરી રહ્યા છે. આ સિવાય ડુંગળીના વધતા ભાવ માટે નિષ્ણાંતોએ ઘણા કારણો આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.