Not Set/ UP/ હનુમાનજીનાં વેશભૂષામાં ભીખ માંગતા મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ

યુપીના બરેલીમાં એક મંદિર પાસે હનુમાનજીની વેશભૂષામાં ભીખ માગતા એક મુસ્લિમ યુવકને બજરંગ દળના કાર્યકરોએ પકડ્યો હતો. કાર્યકરોએ યુવકને પોલીસના હવાલે કર્યો હતો જેની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં યુવકને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ મામલો બરેલીના સુભાષ નગર વિસ્તાર સાથે જોડાયેલો છે જ્યાં હનુમાનના વેશમાં એક શખ્સને મંદિર નજીક પકડ્યો હતો. […]

India
maya a 7 UP/ હનુમાનજીનાં વેશભૂષામાં ભીખ માંગતા મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ

યુપીના બરેલીમાં એક મંદિર પાસે હનુમાનજીની વેશભૂષામાં ભીખ માગતા એક મુસ્લિમ યુવકને બજરંગ દળના કાર્યકરોએ પકડ્યો હતો. કાર્યકરોએ યુવકને પોલીસના હવાલે કર્યો હતો જેની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં યુવકને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ મામલો બરેલીના સુભાષ નગર વિસ્તાર સાથે જોડાયેલો છે જ્યાં હનુમાનના વેશમાં એક શખ્સને મંદિર નજીક પકડ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાનું નામ નસીમ કહ્યું. સુભાષ નગર સ્ટેશન હાઉસ ઓફિસર હરીશચંદ્ર જોશીએ કહ્યું કે, ‘આરોપી મુસ્લિમ હોવાથી ભગવાન હનુમાનના ડ્રેસમાં સમુદાયના લોકોને છેતરીને તેની લાગણીઓને ઠેસ પહોંચાડતા અમે એફઆઈઆર નોંધાવી છે. અમને ખબર પડી કે તે યુવક વિચરતી ગ્રુપનો સભ્ય છે અને તે પોતાના વિશે વધારે માહિતી આપી શકતો નથી. યુવકને જેલ મોકલી દેવાયો છે.

યુવક મંદિરની બહાર ભીખ માંગતો હતો

જ્યારે મોહમ્મદ નસીમ (19) બજરંગ દળના સભ્યો દ્વારા મંદિરની બહાર ભીખ માગતા નજરે પડ્યા, ત્યારે તેણે ભગવાનનું અપમાન કર્યું છે એમ કહીને તેને પકડ્યો. પૂછતાં ખબર પડી કે આ યુવક મુસ્લિમ છે. બાદમાં તેઓએ લેખિત ફરિયાદ સાથે તેને પોલીસ હવાલે કર્યો હતો.

પૂછપરછ દરમિયાન નસીમે પોલીસને જણાવ્યું હતું કે તે વ્યવસાયે એક કલાકાર છે અને પૈસા કમાવવા માટે સતત તેના વેશભૂષામાં ફેરફાર કરે છે. આરોપીએ એમ પણ કહ્યું હતું કે તેની માતા હિન્દુ હોવાથી તેમનો હિન્દુ ધર્મ પ્રત્યેનો ઝુકાવ છે. જો કે, તેના ઘર અને પરિવારની વિગતો પોલીસ મેળવી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.