ઉત્તરપ્રદેશ/ અયોધ્યામાં આતંકવાદી હુમલાની ધમકી ને લઈને હાઈ એલર્ટ, સુરક્ષામાં વધારો કરાયો

રામ નગરીના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલ અને લોજમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.

Top Stories India
Untitled 8 8 અયોધ્યામાં આતંકવાદી હુમલાની ધમકી ને લઈને હાઈ એલર્ટ, સુરક્ષામાં વધારો કરાયો

અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટની માહિતી બાદ જ સુરક્ષા વધારી દેવામાં આવી છે.  જે અંતર્ગત પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. જેમના પગલે અયોધ્યામાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે. રામ નગરીના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલ અને લોજમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો રાજકોટ / જામનગર બાદ હવે રાજકોટમાં પણ ઓમિક્રોન વેરિએંટના પગપેસારાની આશંકા

મહત્વનુ છે કે અયોધ્યાના તમામ પ્રવેશદ્વારો પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તેમજ હોટલ, ધર્મશાળાથી લઈને મોટા મંદિરો સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે. યુપી પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનો અને એટીએસ પણ સક્રિય સ્થિતિમાં કામ કરી રહ્યા છે.  કે રામ નગરી અયોધ્યામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પોલીસ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે.

આ પણ વાંચો ;કોંગ્રેસના નવા કર્ણધાર /  કોણ છે ગુજરાત કોંગ્રેસના નવા સુકાની જગદીશ ઠાકોર?

મળતી માહિતી મુજબ કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર આતંકવાદી હુમલાના ખતરાની માહિતીના આધારે સુરક્ષા કડક કરવામાં આવી છે. શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના સંવેદનશીલ મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યા શહેરમાં CRPF અને ATSની ટુકડીને એલર્ટ કરી દેવામાં આવી છે. શહેરમાં મુખ્ય સ્થળોએ CRPFના જવાનો તૈનાત છે.