Technology/ 2022 થી કાર ખરીદવુ થશે મોંઘુ, આ કંપનીઓ કરશે કિંમતમાં વધારો

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા આવતા મહિનાથી એટલે કે જાન્યુઆરી 2022થી કારની કિંમત વધારવાની તૈયારી કરી રહી છે.

Tech & Auto
કાર બનશે મોંઘી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા આવતા મહિનાથી એટલે કે જાન્યુઆરી 2022થી કારની કિંમત વધારવાની તૈયારી કરી રહી છે. મારુતિની કારની કિંમત જાન્યુઆરી 2022થી વધશે. કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે વાહનોની કિંમતમાં કેટલો વધારો થશે. આ સિવાય ઓડી અને મર્સિડીઝ કંપનીઓ તેમની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચુકી છે.

કાર બનશે મોંઘી

આ પણ વાંચો – મહત્વના સમાચાર / ઑક્ટોબરમાં વૉટ્સએપ દ્વારા 2 મિલિયનથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બ્લોક કરાયા

આપને જણાવી દઇએ કે, જો તમે વર્ષ 2022માં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. જણાવી દઇએ કે, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા અને ઓડી સહિતની લક્ઝરી કાર ઉત્પાદકો આવતા વર્ષથી એટલે કે 2022 થી તેમના વાહનોની કિંમતોમાં વધારો કરશે. આ વધારાનું મુખ્ય કારણ કાચા માલની કિંમતમાં થયેલો વધારો છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ ગુરુવારે શેરબજારને આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે, કિંમતમાં વધારો અલગ-અલગ મોડલ માટે અલગ-અલગ હશે. બીજી તરફ, મર્સિડીઝ-બેન્ઝે તેના વાહનોનાં ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઓડી તેના તમામ વાહનોની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરશે.

કાર બનશે મોંઘી

આ પણ વાંચો – Maruti launch 2022 / નવી બલેનો અને જિમ્ની SUV માટે રાહ જોવી પડશે, 2022માં લોન્ચ થશે મારુતિની આ 5 કાર

સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં, MSIએ કહ્યું, “છેલ્લા એક વર્ષમાં કાચા માલનાં ખર્ચમાં વધારાને કારણે કંપનીનાં વાહનોની કિંમત પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. આથી, કંપનીએ ભાવ વધારા દ્વારા ગ્રાહકોને કેટલાક વધારાનાં ખર્ચાઓ આપવાનું હિતાવહ સમજ્યું છે.” મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, કાચા માલનાં ખર્ચમાં વધારાને કારણે ખર્ચને સરભર કરવા માટે 1 જાન્યુઆરી, 2021થી માત્ર પસંદગીનાં મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં 2 ટકાનો વધારો કરવામાં આવશે. ઓડી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, વધતા કાચા માલ અને ઓપરેટિંગ ખર્ચની ભરપાઈ કરવા માટે ભાવ સુધારણાની જરૂર છે. કંપની તેના તમામ મોડલની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરશે.