Not Set/ ઑક્ટોબરમાં વૉટ્સએપ દ્વારા 2 મિલિયનથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બ્લોક કરાયા

કંપનીએ અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કર્યું છે. કંપનીનો હેતુ તેના વપરાશકર્તાઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે

Tech & Auto

WhatsAppએ નવા IT નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમો હેઠળ વ્હોટ્સએપને સબ્સ્ક્રાઇબર્સ તરફથી 500 ફરિયાદો મળી છે. વોટ્સએપે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં પ્લેટફોર્મ પર 2,069,000 ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. વોટ્સએપનું કહેવું છે કે ભારતીય યુઝર્સના એકાઉન્ટની ઓળખ +91 ફોન નંબર દ્વારા થાય છે.

આ પણ વાંચો ;કરમની કઠણાઈ / હમેશાં સૌને હસાવતા ટૂંકા કદના જોકર પરિવારની કરૂણ કથની, રોજગારી બની અભિશાપ

ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે 95 ટકાથી વધુ પ્રતિબંધ ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ ના અનધિકૃત ઉપયોગને કારણે છે. WhatsApp તેના પ્લેટફોર્મ પર દુરુપયોગને રોકવા માટે પ્રતિબંધિત એકાઉન્ટ્સની વૈશ્વિક સરેરાશ સંખ્યા લગભગ 8 મિલિયન એકાઉન્ટ્સ પ્રતિ મહિને છે.

આ પણ વાંચો ;જરાત / કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ, ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત

WhatsApp દ્વારા 2.2 મિલિયનથી વધુ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા 560 ફરિયાદના અહેવાલો પ્રાપ્ત થયા હતા.રિપોર્ટમાં જણાવાયું છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચે દુરુપયોગને રોકવામાં WhatsApp મોખરે છે. કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માં સતત રોકાણ કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કર્યું છે. કંપનીનો હેતુ તેના વપરાશકર્તાઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે