રિલાયન્સ જિયોના 1500 રૂપિયાના 4G ફોન બજારમાં ઉપલ્બ્ધ છે. ત્યારે જિયો ફોન અને જિયો સીમએ મળીને સૌથી વધારે એરટેલનું નુકસાન કર્યું હતું જે વાત કોઈનાથી છુપાયેલી નથી. એરટેલ દેશની નંબર 1 ટેલીકોમ કંપની છે અને આ કંપનીએ જિઓ જ્યારે માર્કેટમાં લોન્ચ પણ નહોતુ થયું ત્યારે ઘણાંં આક્રમક પ્લાન પણ લોન્ચ પણ કર્યાં છે. પણ હવે જે અહેવાલ મળી રહ્યાં છે તે પ્રમાણે એરટેલ ઓકટોબરમાં 2 હજાર રૂપિયાથી ઓછામાં 4G ફોન લોન્ચ કરવાની તૈયારી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે એરટેલ હવે જિઓને ટક્કર આપવા માટે તૈયાર છે. કંપની જિઓ ફોનના હાઈકને ઓછી કરવા માટે તૈયારીઓ કરી રહી છે જેનાથી એરટેલને નુકશાન ન થાય. મળેલ અહેવાલ મુજબ એરટેલ કેટલાક સ્વદેશી હૈંડસેટ નિર્માતાઓની સાથે વાતચીત કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુુસાર આ ફોન આવતા મહિનાની શરૂઆત એટલે કે ઓકટોબરના પહેલા અઠવાડિયામાં આવી શકે છે.
