Auto/ કોરોનાનાં દર્દીઓને ઓક્સિજન મળતો રહે તે માટે ‘Maruti Suzuki India’ એ લીધો મોટો નિર્ણય

કોરોના સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એક એવુ પગલુ ભર્યુ છે કે, તમે પણ કહેશો વાહ. જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના સંક્રમણથી પીડિત દર્દીઓને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. 

Tech & Auto

કોરોના સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એક એવુ પગલુ ભર્યુ છે કે, તમે પણ કહેશો વાહ. જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના સંક્રમણથી પીડિત દર્દીઓને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

Technology / WhatsApp માં ડિલીટ થયેલા મેસેજ કેવી રીતે જોઇ શકાય? જાણો Trick

હવે આવી સ્થિતિમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા કંપનીએ બુધવારે કહ્યું કે, દેશમાં કોવિડ-19 સંક્રમણનાં વધતા જતા કેસોને કારણે નિર્ધારિત સમય પહેલા 1-9 મે ની વચ્ચે તેની ફેક્ટરીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આપણે જણાવી દઈએ કે ઓટો ઉત્પાદકે જૂન મહિનામાં સમારકામ માટે ગુરુગ્રામ અને માનેસરમાં બે પ્લાન્ટ બંધ રાખવાના હતા, પરંતુ કોવિડ-19 નો પ્રકોપ વધી જવાના કારણે તબીબી ઉપયોગ માટે ઓક્સિજન બચાવવા માટે તેમણે એક મહિના અગાઉથી ફેક્ટરીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું છે કે, કાર બનાવવાની પ્રક્રિયામાં, તેના કારખાનાઓ ઓછી માત્રામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જ્યારે ઘટક ઉત્પાદન દ્વારા પ્રમાણમાં વધારે ઓક્સિજનનો ઉપયોગ થાય છે.

Technology / બહાર પણ ગરમીમાંથી રાહત આપશે Sonyનું Reon Pocket 2 એસી, જાણો શું છે કિંમત અને ખાસિયત

કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં અમારું માનવું છે કે, ઉપલબ્ધ તમામ ઓક્સિજનનો ઉપયોગ જીવન બચાવવા માટે થવો જોઈએ. આથી, મારુતિ સુઝુકીએ સમય પહેલા સમારકામ માટે તેની ફેક્ટરીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન, તમામ ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ રહેશે. ઉપરાંત, કંપનીએ જણાવ્યું હતું કે, સુઝુકી મોટર ગુજરાતે તેની ફેક્ટરીઓ માટે પણ આ પ્રકારનો જ નિર્ણય લીધો છે.