Tech News/ Appleને મોટો ફટકો: ચાર્જર વિના iPhoneના વેચાણ પર પ્રતિબંધ

Apple એ 2020 માં iPhone 12 ના લોન્ચ સાથે ફોન સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું હતું. કંપનીનું કહેવું છે કે આ પગલું કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લેવામાં આવ્યું…

Trending Tech & Auto
iPhone Without Charger

iPhone Without Charger: એપ્પલ ફોનના બોક્સમાં ચાર્જર સામેલ ન કરવા બદલ iPhone નિર્માતા એપલને લગભગ 13 મિલિયન BRLનો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રાઝિલની સરકારનું કહેવું છે કે કંપની ગ્રાહકોને સંપૂર્ણ પ્રોડક્ટ આપી રહી નથી. iPhone 14 બુધવારે Appleની ઇવેન્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

રોઇટર્સ અહેવાલ આપે છે કે કંપનીને બ્રાઝિલમાં ચાર્જર વિના આઇફોન ન વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્રાઝિલના ન્યાય મંત્રાલયે iPhone 12 અને નવા મોડલ્સની સાથે iPhoneના આવા અન્ય મોડલ્સનું વેચાણ રોકવા માટે કહ્યું છે જે ચાર્જર સાથે આવતા નથી. ન્યાય મંત્રાલયનું કહેવું છે કે ચાર્જરનો સમાવેશ ન કરવો એ ગ્રાહકો સામે ભેદભાવપૂર્ણ વ્યવસાય પ્રથા છે અને iPhone સાથે આવશ્યક વસ્તું પ્રદાન કરવામાં આવતી નથી. ન્યાય મંત્રાલયનું કહેવું છે કે એવા કોઈ પુરાવા નથી કે સ્માર્ટફોનના બોક્સમાં ચાર્જર ન આપવું પર્યાવરણ માટે સારું છે. તાજેતરમાં એપલના ચીનમાં સપ્લાયર લક્સશેર પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી પર પણ તાઇવાનની મહત્વની કંપનીને ખરીદવા માટે શેલ કંપનીનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.

Apple એ 2020 માં iPhone 12 ના લોન્ચ સાથે ફોન સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું હતું. કંપનીનું કહેવું છે કે આ પગલું કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. એપલની આ દલીલોને ન્યાય મંત્રાલયે નકારી કાઢી હતી. મંત્રાલયે કહ્યું હતું કે ફોન સાથે ચાર્જર ન આપવાથી પર્યાવરણીય સલામતીના કોઈ પુરાવા નથી.

આ પણ વાંચો: Video/ બ્રિટનમાં પાકિસ્તાનીઓએ હિંદુઓ પર કર્યો હુમલો, હાથમાં હથિયાર લઈને પીએમ મોદીને આપી ગાળો

આ પણ વાંચો: forecasts/ ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી

આ પણ વાંચો: India Gdp/ મોંઘવારી કાબૂમાં આવી ગઈ છે, હવે સરકારનું ધ્યાન દેશના આર્થિક વિકાસ પર છે: નિર્મલા સીતારમણ