Not Set/ ના મળ્યું વધારાનું બજેટ: સૈનિકોએ પોતે ખરીદવો પડશે યુનિફોર્મ

ભારતીય સેનાએ સરકારી શસ્ત્રસરંજામ ફેક્ટરીમાંથી ખરીદીમાં ભારે ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેસલો યુદ્ધની સ્થિતિમાં યુદ્ધસરંજામ ખરીદવા માટે પૈસા બચાવવાના હેતુથી કરવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ શસ્ત્રસરંજામ ફેક્ટરીમાંથી સપ્લાય થવા વાળી પ્રોડક્ટ્સને 94 ટકા થી 50 ટકા પર લઇ આવવામાં આવશે. સેનાને આ પગલું એટલામાટે લેવું પડ્યું કારણકે કેન્દ્ર સરકાર દ્વારા કટોકટીના સમયે યુદ્ધસરંજામ […]

Top Stories India
indian flag 2644512 960 720 ના મળ્યું વધારાનું બજેટ: સૈનિકોએ પોતે ખરીદવો પડશે યુનિફોર્મ

ભારતીય સેનાએ સરકારી શસ્ત્રસરંજામ ફેક્ટરીમાંથી ખરીદીમાં ભારે ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેસલો યુદ્ધની સ્થિતિમાં યુદ્ધસરંજામ ખરીદવા માટે પૈસા બચાવવાના હેતુથી કરવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ શસ્ત્રસરંજામ ફેક્ટરીમાંથી સપ્લાય થવા વાળી પ્રોડક્ટ્સને 94 ટકા થી 50 ટકા પર લઇ આવવામાં આવશે. સેનાને આ પગલું એટલામાટે લેવું પડ્યું કારણકે કેન્દ્ર સરકાર દ્વારા કટોકટીના સમયે યુદ્ધસરંજામ ખરીદવા માટે વધારાનું ફંડ આપવામાં આવ્યું નથી.

આ પગલાથી સૈનિકોની યુનિફોર્મ સપ્લાય પર પણ પ્રભાવ પડશે. સૈનિકોને પોતાના પૈસાથી યુનીફોર્મ અને બીજા કપડાઓ માર્કેટમાંથી ખરીદવા પડશે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલીક ગાડીઓના ભાગની ખરીદી પર પણ પ્રભાવ પડશે. સેના કટોકટીના સમયે યુદ્ધસરંજામનો સ્ટોક બનાવી રાખવા માટે ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેના માટે હજારો કરોડ રૂપિયાના ફંડની જરૂર છે. કેન્દ્રએ આ ફંડ સેનાને આપ્યું નથી.

636561 defence 121917 ના મળ્યું વધારાનું બજેટ: સૈનિકોએ પોતે ખરીદવો પડશે યુનિફોર્મ

આની સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે આવી સ્થિતિમાં સેના પોતાના ન્યુનતમ બજેટ માંથીજ વ્યવસ્થા કરવામાં  લાગી ગઈ છે. નાણાકીય વર્ષ 2018-19ના બજેટને જોતા સેનાએ જણાવ્યું કે સપ્લાયમાં ઘટાડો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સેના ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાંથી ફક્ત એકજ પ્રોજેક્ટ પર કામ શરુ થઇ શક્યું છે.

એક અધિકારીએ જણાવ્યું કે કટોકટીની ખરીદી માટે 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે  જયારે 6739.83 કરોડ રૂપિયાની ચુકવણી હજુ બાકી છે. એમણે આગળ જણાવ્યું કે અન્ય બે સ્કીમ પાંચ વર્ષ માટે  નહિ પરંતુ ત્રણ વર્ષ માટે છે. સેના હવે એ સમસ્યા થી લડી રહી છે કે બે પ્રોજેક્ટ માટેની ચુકવણી કઈ રીતે કરી શકાશે.

india kashmir unrest ac60f258 65fe 11e7 ae46 9bfe7bf72e96 ના મળ્યું વધારાનું બજેટ: સૈનિકોએ પોતે ખરીદવો પડશે યુનિફોર્મ

અધિકારીએ જણાવ્યું કે કપડા , યુદ્ધસરંજામ વગેરેની સપ્લાય માટેનું ફંડ 11000 કરોડ રૂપિયાથી ઘટાડીને 8000 કરોડ રૂપિયા સુધી લાવવામાં આવશે. એમણે આગળ જણાવ્યું કે સેનાના આ પગલાથી દર વર્ષે લગભગ 3500 કરોડ રૂપિયાની બચત થશે. એમણે આગળ જણાવ્યું કે અમે આમાં બીજા 4000 કરોડ રૂપિયા જોડીને વાર્ષિક 7000 થી 8000 કરોડ રૂપિયા સુધી લઇ જઈશું. ત્રણ વર્ષ માટે અમારી પાસે લગભગ 24000 કરોડ રૂપિયા હશે જેનો ઉપયોગ કટોકટીના સમયે ખરીદીમાં કરવામાં આવશે.

2016માં ઉરી હુમલો થયા બાદ સેના પાસે તોપ અને 46 પ્રકારના યુદ્ધસરંજામ 10(1) સ્તર જેટલો ઓછો હતો. જણાવી દઈએ કે 10(1) યુદ્ધસરંજામનું એ સ્તર છે જે 10 દિવસના યુદ્ધ માટે જરૂરી હોય છે.

ITI Jobs Indian Army ના મળ્યું વધારાનું બજેટ: સૈનિકોએ પોતે ખરીદવો પડશે યુનિફોર્મ

હાલમાંજ શસ્ત્રસરંજામ ફેક્ટરીએ સેનાના આ ફેસલા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક દિવસ પહેલા એક ઉચ્ચ સૈન્ય અધિકારીએ રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી સાથે મુલાકાત કરીને સેનાના આ પગલાં વિશે એમને જાણકારી આપી હતી.

કેન્દ્ર સરકારે 8 પ્રકારના યુદ્ધસરંજામની ઓળખ કરી છે, જેને આવતા 10 વર્ષ સુધી ભારતીય કંપનીઓ બનાવવાની છે, દર વર્ષે 1700 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે. આ યુદ્ધસરંજામમાં સેના દ્વારા ઉપયોગમાં લેવા વાળા 30 એમએમ, 12 એમએમ રેંજ, 23 એમએમ અને 40 એમએમના ગ્રેનેડ્સ શામેલ છે. સેના 10 વર્ષથી પીનાકા રોકેટ પણ ખરીદી રહી છે, જેના પર વર્ષે 1000 કરોડ રૂપિયા ખર્ચ થાય છે.

અધિકારીએ જણાવ્યું કે આ પગલાથી જુન 2019 સુધી સેના પાસે 10(1) લેવલના 90 ટકા યુદ્ધસરંજામ હોવું જોઈએ. એમના જણાવ્યા મુજબ એ સ્થિતિમાં પહોચવાનું સેના માટે જરૂરી છે કેમ કે યુદ્ધ દરમિયાન પણ બધાજ યુદ્ધસરંજામનો ઉપયોગ નથી થતો. સેના આધુનિકરણ અને મેન્ટેનન્સ માટે પોતાના બજેટનો ઉપયોગ કરવા માટે મજબુર છે.