Not Set/ સોનિયા ગાંધી વિરૂધ્ધ FIR,  PM કેઅર્સ ફંડની ખોટી માહિતી આપવાનો આરોપ

કોંગ્રેસના ટવીટર હેન્ડલ ઉપર પીએમ કેર ફંડ અંગે ગેરમાર્ગે દોરતી વિગતો મુકવા બદલ સોનીયા ગાંધી સામે ફરીયાદ નોંધવામાં આવી છે. એક તરફ દેશ હાલમાં કોરોના વાયરસના વિનાશ સાથે ઝઝૂમી રહ્યો છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ધમાસાણ પણ જોવા મળી રહ્યું છે. આ ધમાસાણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિમોગા જિલ્લામાં […]

India
d3d97e905081a69e5764413849860f59 1 સોનિયા ગાંધી વિરૂધ્ધ FIR,  PM કેઅર્સ ફંડની ખોટી માહિતી આપવાનો આરોપ

કોંગ્રેસના ટવીટર હેન્ડલ ઉપર પીએમ કેર ફંડ અંગે ગેરમાર્ગે દોરતી વિગતો મુકવા બદલ સોનીયા ગાંધી સામે ફરીયાદ નોંધવામાં આવી છે. એક તરફ દેશ હાલમાં કોરોના વાયરસના વિનાશ સાથે ઝઝૂમી રહ્યો છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ધમાસાણ પણ જોવા મળી રહ્યું છે. આ ધમાસાણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિમોગા જિલ્લામાં FIR નોંધાઈ છે. FIRમાં આરોપ લગાવામાં આવ્યો છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવામાં આવી રહી છે.

મળતી વિગત મુજબ, 11 મેના રોજ કોંગ્રેસ પાર્ટી તરફથી ખોટા દાવા કરવામાં આવ્યાં અને કેન્દ્ર સરકાર પર ખોટો આરોપ લગાવામાં આવ્યાં. જેમાં પ્રધાનમંત્રી કેઅર્સ ફંડ સાથે જોડાયેલા કેટલાક આરોપ લગાવામાં આવ્યાં જે ખોટા હતા.

જેના આધાર પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં અપીલ કરવામાં આવી છે કે સોનિયા ગાંધી સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ.

સોનિયા ગાંધી વિરુદ્ધ IPCની કલમ 153, 505 હેઠળ આ FIR નોંધવામાં આવી છે. FIRમાં અપીલ કરવામાં આવી છે કે સોનિયા ગાંધી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ. આ ફરિયાદ પ્રવીણ નામના સ્થાનિક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.