Not Set/ UP/ રામપુરમાં BJP નેતાની ગોળી મારીને કરાઈ હત્યા

ઉત્તર પ્રદેશના રામપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાઉન્સિલરના પતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપના નેતા અનુરાગ શર્માને અગાપુર વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બુધવારે મોડીરાત્રે અનુરાગ શર્મા પોતાની સ્કૂટી ઉપરથી જ્વાલા નગર પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક ઉપર બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીઓ વડે હુમલો […]

India
423d5ef4cc96577d06d68fceb7e61550 1 UP/ રામપુરમાં BJP નેતાની ગોળી મારીને કરાઈ હત્યા

ઉત્તર પ્રદેશના રામપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાઉન્સિલરના પતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપના નેતા અનુરાગ શર્માને અગાપુર વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બુધવારે મોડીરાત્રે અનુરાગ શર્મા પોતાની સ્કૂટી ઉપરથી જ્વાલા નગર પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક ઉપર બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીઓ વડે હુમલો કર્યો હતો. જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ગોળી વાગી ટે બાદ ભાજપના નેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અહેવાલો અનુસાર શર્માની ગુનાહિત પૃષ્ઠભૂમિ હતી અને તેમની સામે અનેક કેસ નોંધાયા હતા. તેમના સમર્થકોએ જિલ્લા હોસ્પિટલમાં તોડફોડ કરી હતી, જેના કારણે ત્યાં વધુ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. તેમની પત્ની શાલિની શર્મા રામપુરમાં ભાજપના કાઉન્સિલર છે.

આરોપ છે કે હોસ્પિટલમાં ડોક્ટર્સ ન હોવાનો આરોપ લગાવતા ભાજપના નેતાના સમર્થકોએ ત્યાં તોડફોડ કરી હતી. બીજી તરફ પોલીસના મતે ભાજપના નેતા અનુરાગને બે ગોળી વાગી હતી. હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઇન્સ્પેક્ટર જનરલ રમિત શર્મા તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે સ્થળની મુલાકાત લીધી છે અને હુમલાખોરો ઉપર નજર રાખવા માટે ત્રણ ટીમો બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે જલ્દીથી આરોપીની ધરપકડ કરીશું. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.