Not Set/ જમ્મુકાશ્મીર/ શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, નહી બચી શકે એક પણ આતંકી

  કાશ્મીર ખીણમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી એન્કાઉન્ટર ચાલુ છે. ખીણમાં આતંકીઓની ઘૂસણખોરી બાદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. વળી સેના દ્વારા આતંકવાદીઓને ખતમ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લાનાં સુગુ […]

India
7d05569372ff0bc0d26db15a8c04361c 3 જમ્મુકાશ્મીર/ શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, નહી બચી શકે એક પણ આતંકી
 

કાશ્મીર ખીણમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી એન્કાઉન્ટર ચાલુ છે. ખીણમાં આતંકીઓની ઘૂસણખોરી બાદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. વળી સેના દ્વારા આતંકવાદીઓને ખતમ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લાનાં સુગુ વિસ્તારમાં સેનાનાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

મળતી માહિતી મુજબ સેનાને બાતમી મળી હતી કે આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયા હોઇ શકે છે, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દળ આતંકીઓની ગોળીઓનો જવાબ આપી રહ્યા છે.