Gujarat/ સરકારનો વધુ એક સટાકો – ગુજરાત પોલીસનો આર. આર. સેલ કર્યો વિસર્જીત

ગુજરાતની CM રૂપાણીનાં વડપણ નીચેની ભાજપ સરકાર દ્વારા હાલમાં જ પ્રજાનાં હિતમાં કાયદાઓમાં ફેરફારની સાથે સાથે નવા કાયદાઓને પણ અમલી કરવામાં આવ્યા. હાલની

Top Stories Gujarat Others
rr cell સરકારનો વધુ એક સટાકો - ગુજરાત પોલીસનો આર. આર. સેલ કર્યો વિસર્જીત

ગુજરાતની CM રૂપાણીનાં વડપણ નીચેની ભાજપ સરકાર દ્વારા હાલમાં જ પ્રજાનાં હિતમાં કાયદાઓમાં ફેરફારની સાથે સાથે નવા કાયદાઓને પણ અમલી કરવામાં આવ્યા. હાલની જ વાત કરવામાં આવે તો CM રુપાણી અને ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા
લેન્ડ ગ્રેબિંગ ડામવા માટે પગલાં લીધાનાં ભાગ રુપે લેન્ડ ગ્રેબિંગ એકટ પસાર કર્યો અને ભૂમાફિયાઓના પગ તળેથી જમીન ખેંચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ફક્ત થોડા સમયમાં જ ગુજરાતમાં કુલ 647 અરજીઓ પર તપાસ ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા વધુ એક પ્રજાહિતની જાહેરાત કરવામાં આવી છે.

થેંકયુ વિજય રૂપાણી-પ્રદિપસિંહ જાડેજાઃ પોતાના માણસોને નારાજ કરવા બહુ અઘરૂ  કામ હોય છેઃ ગુજરાતને મોટી આફતમાંથી બચાવી લીધુ

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આજરોજ ફરી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અને ગુજરાતમાંથી પોલીસનાં આર.આર.સેલને નાબુદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની તમામ રેન્જમાં રેન્જ આઇ. જી. નીચા આર.આર.સેલ કાર્યરત હતો. આપને જણાવી દઇએ કે, અમદાવાદ રેન્જનાં કાંડ થયા બાદ સરકાર દ્વારા આ મહત્વનું પગલું લોવામાં આવ્યું છે. તાજેતરમાં જ આર.આર.સેલનો જમાદાર અધધધ લાંચ લેતા ઝડપાયો હતો.

ASI held 'accepting bribe of Rs 50 lakh' in Anand | India News,The Indian  Express

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં વર્ષ 1995થી આર.આર.સેલ ચાલુ હતો અને જેતે સમયે સમયની માંગ અને પોલીસની કાર્યવાહિમા શરળતા માટે પોલીસમાં આર.આર.સેલનું ગઠન કરવામાં આવ્યું હતું. સમયમાં પરિવર્તન સાથે પોલીસનાં આ માળકામાં પણ બદલાવ લાવતા સરકાર દ્વારા આર.આર.સેલનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. આર.આર.સેલનું વિસર્જન કરી દેવામાં આવતા આર.આર.સેલમાં ફરજ બજાવતા તમામ પોલીસમેને જિલ્લામાં ફળવાશે. આ ફાળવણીનાં કારણે દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ તાકાત મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…