Not Set/ બદામનું દૂધ છે ખૂબ જ ફાયદાકારક, હૃદયથી લઈને આંખો સુધી તમને થાય છે આટલા ફાયદા…

બદામને આખી રાત પલાળી રાખો અને તેને દૂધમાં ઉકાળો અને પીવો. જો તમને દરરોજ બદામ પલાળવાની ઝંઝટ ન પોસાય તો બદામનો પાવડર બનાવીને રાખો.

Health & Fitness Lifestyle
3c2d4cc24f4c6d7803601b34c4bb4a488c575 બદામનું દૂધ છે ખૂબ જ ફાયદાકારક, હૃદયથી લઈને આંખો સુધી તમને થાય છે આટલા ફાયદા...

બદામ-બદામ, કચા બદામના સોંગ પર ડાન્સ તો કરીયો જ હશે. ડાન્સ ભલે ના કર્યો હોય તો પણ તમે તે વીડિયોનો આનંદ માણ્યો જ હશે. જેટલો આ ગીત દેશ-દુનિયામાં વાઇરલ થયું છે. આ બદામનું દૂધ પણ એટલું જ ફાયદાકારક છે. જે હૃદયથી મગજ અને આંખો સુધી ફાયદાકારક છે. બદામનું દૂધ બનાવવાની ઘણી રીતો છે. બદામને આખી રાત પલાળી રાખો અને તેને દૂધમાં ઉકાળો અને પીવો. જો તમને દરરોજ બદામ પલાળવાની ઝંઝટ ન પોસાય તો બદામનો પાવડર બનાવીને રાખો. આ પાવડરને દૂધમાં સારી રીતે ઉકાળો અને પીવો. ચાલો જાણીએ બદામનું દૂધ પીવાના ફાયદા.

બદામ દૂધ પીવાના ફાયદા

હૃદય માટે બદામનું દૂધ

બદામમાં સારા કોલેસ્ટ્રોલને વધારવાની શક્તિ હોય છે જેને HDL કહેવાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. દૂધનું વિટામિન ડી અને બદામની આ શક્તિ મળીને હૃદયને મજબૂત બનાવે છે.

હાડકાં માટે બદામનું દૂધ

હાડકાની મજબૂતી માટે પણ બે તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે, એક કેલ્શિયમ અને બીજું વિટામિન ડી. આ બંને તત્વો બદામ અને દૂધના મિશ્રણમાં હાજર છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં અસરકારક છે.

આંખો માટે

બદામમાં રિબોફ્લેવિન હોય છે. દૂધમાં રહેલા કેલ્શિયમ અને વિટામિન ડીની સાથે તે આંખો માટે ફાયદાકારક બને છે. બદામનું દૂધ પીવાથી મોતિયા જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.

મગજ માટે

બદામમાં ટ્રિપ્ટોફેન નામનું સંયોજન હોય છે. આ સંયોજન સારી ઊંઘ મેળવવા માટે ખૂબ જ અસરકારક છે. રાત્રે સૂતી વખતે બદામનું દૂધ પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. સારી ઊંઘ લેવાથી તણાવ ઓછો થાય છે. સારી ઊંઘ લેવાથી મગજ પણ સ્વસ્થ રહે છે.

રોગો સામે લડવાની શક્તિ

બદામ અને દૂધના મિશ્રણમાં પણ રોગો સામે લડવાની શક્તિ વધારવાની ક્ષમતા હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ ધરાવતા ઘણા ઘટકો છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.