આખો દિવસ જ્યારે ઓફિસમાં જ વિતાવવાનો હોય ત્યારે મોઢું લટકાવીને ફરવું તમારા વ્યક્તિત્વ તથા સ્વાસ્થ્ય બંને માટે યોગ્ય નથી. ઢગલાબંધ કામની વચ્ચે હળવાશ સાથે ખુશ રહેવું એ પણ એક કળા છે. મોટા ભાગે ઓફિસમાં કામ કરનારા ઓછા સેલેરી પેકેજ, હેરાન કરનારા કલીગ્સ, ઓફિસ પોલિટિક્સથી તો પરેશાન હોય જ છે તેમાંય વળી સ્ત્રીઓ માટે તો ઘરની ચિંતા વધારામાં હાજર જ હોય. આવી તમામ સમસ્યા વચ્ચે શારીરિક તથા માનસિક સ્વસ્થતા જાળવવી ખૂબ જરૂરી છે. એવી કેટલીક બાબતો જાણો જે તમને તણાવની વચ્ચે પણ રાખશે કૂલ…
ગુસ્સામાં પ્રતિક્રિયા ન આપવી
આ પણ વાંચો – Lifestyle / બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવ્યા પછી ભયાનક રીતે ડરી ગઈ મહિલા
ઘણી સ્ત્રીઓ એવી હોય છે જે પોતાનો ગુસ્સો કમ્પ્યૂટરના કી- બોર્ડ પર, ડ્રોઅર પર કે ફોન પર ઉતારે છે. આમ કરવું યોગ્ય નથી. આમ કરવાથી તમે અકળાયેલા છો તે આજુબાજુના લોકોને તો ખબર પડશે જ, પરંતુ તમારી પર્સનાલિટીની નકારાત્મક છાપ ઊભી થશે.
હકારાત્મક રહેવું
ઓફિસમાં તમારી સાથે વાત કરનારા મોટા ભાગે ઓફિસની નકારાત્મક વાતો જ કરતાં હોય છે. આમ થવું સ્વાભાવિક છે પરંતુ તમે તમારા સમય અને સંજોગો માટે હકારાત્મક રહો. ઘણા લોકો સ્ત્રીઓને નબળી માનીને તેમની સાથે સંપર્ક વધારવા વર્કલોડની વાતો વહેતી કરતાં હોય છે. આવા લોકોની વાતોમાં ન આવતાં તમારે તમારું કામ સારી રીતે તથા હકારાત્મક રીતે પૂરું કરવું.
સ્પષ્ટવક્તા બનો
તમને લાગતું હોય કે સેલરી અથવા તો કામના ભારણ જેવા કોઈ પણ મુદ્દે તમારું શોષણ થઈ રહ્યું છે તો આ બાબતની જાણ તુરંત તમારા ઉપરીને કરવી. જોકે વાત કરતી વખતે વાણી સંયમિત રાખવી. ઓફિસમાં તમે જેટલા સ્પષ્ટ રહેશો તેટલા ઓછી મુસીબતોનો શિકાર બનશો.
મિત્રતાભર્યો વ્યવહાર રાખો
આ પણ વાંચો – Health Tips / શું તમારા વાળ ઓછા થઇ ગયા છે? જો હા તો અપનાવો આ નુસ્ખા, ફરી વાળ ઉગાડવામાં મળી શકે છે મદદ
સ્પષ્ટવક્તા બનવાનો એવો અર્થ નથી કે તમે દરરોજ કલીગ સાથે ઊંચા અવાજે વાત કરો અથવા તમારી તકલીફોની જાણ ઝઘડીને જ કરો. તકલીફની વાત વિનમ્રતા સાથે પણ કરી શકાય. ઓફિસમાં થતાં સેલિબ્રેશનથી દૂર રહેવાને બદલે બધા સાથે મિત્રની જેમ રહેશો તો ઓફિસ-અવર્સમાં કંટાળશો નહીં.
થોડું એન્ટરટેઇનમેન્ટ પણ જરૂરી
ઓફિસની ફ્રેન્ડ કે કલીગ સાથે શોપિંગમાં જશો અથવા થો થોડીવાર ચેટ કરશો તો તમને મજા આવશે, તમારું ગમતું ગીત પણ સાંભળી શકો, જોકે એ વખતે એ ધ્યાન રાખવું કે તમારું ગીત કે મોબાઇલ અન્યને હેરાન ન કરે. પાંચથી સાત મિનિટ પ્રાણાયામ કરો અથવા તો ઊંડા શ્વાસ લેવા. એકલા અથવા તો ઓફિસના કલીગ સાથે નજીકમાં લટાર મારવા જાવ, મળો એટલે ઓફિસની ગોસિપ થવી એ સામાન્ય બાબત છે. ગોસિપ કરતી વખતે એ ધ્યાન રાખવું કે કોઈની ટીકા ન કરવી. નહિતર નાહકની મુસીબતો નોતરવી પડશે.
ક્યારેક તમને લાગે કે બધાં જ લોકો કામના અતિશય ભારણ હેઠળ છે તો દસેક મિનિટનો બ્રેક પાડીને ચા- નાસ્તો કરો અથવા તો જોક્સ કહો. આ દરમિયાન તમે તમારી જ સમસ્યાઓનું ગાણું ગાશો તો તમારું મગજ તો ભારે થશે જ, પરંતુ તમારી આ કુટેવને લીધે તમને ઓળખનારા પછી તમારા ટેબલ નજીક નહીં ફરકે..
ઓવર ઇટિંગ ન થાય તેનું રાખો ધ્યાન
ઓફિસમાં ઇન્ક્રીમેન્ટ, બર્થ ડે , કલિગના લગ્ન સગાઇ નિમિત્તે પાર્ટી થતી હોય છે. મોટા ભાગે ઓફિસની પાર્ટીમાં જંકફૂડ અને કોલ્ડડ્રીંક પર વધારે ભાર મૂકાતો હોય છો ત્યારે તમે તમારી હેલ્થને સાચવીને જ નાસ્તો કરવાનું પસંદ કરો