લાંબા સમયથી એવુ માનવામાં આવે છે કે, સ્માર્ટ ફોનના ઉપયોગથી બ્રેઈન ટ્યુમરનો ખતરો વધી જાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ ખતરો વધવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. જોકે, તાજેતરમાં થયેલા એક સંશોધનમાં સ્માર્ટ ફોનના ઉપયોગ અને બ્રેઈન ટ્યુમર વચ્ચેના કોઈપણ પ્રકારના સંબંધને ફગાવી દેવામાં આવ્યો છે.
સંશોધનના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મોબાઈલ ફોનના ઉપયોગથી મગજના કેન્સરને કોઈ સંબંધ નથી. સિડની યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે, સ્માર્ટફોનના વ્યાપક ઉપયોગ છતાં પણ ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૩૦ વર્ષથી ટ્યુમરની કોઈ અસર જોવા મળતી નથી. સંશોધનકર્તાઓએ જણાવ્યુ છે કે, માત્ર વૃદ્ધો કે જેઓ ૭૦ વર્ષથી વધુની ઉંમર ધરાવે છે તેમને થતા કેન્સરની ઘટનાઓમાં વધારો થયો છે. પરંતુ તેને મોબાઈલ સાથે જાડીને જાઈ શકાય નહીં. કારણકે આ ઉંમરના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ ઓછો કરતા હોય છે.
સંશોધન રિપોર્ટમાં જણાવાયુ છે કે, ઓસ્ટ્રેલિયામાં ૧૯૮૨થી ૨૦૦૨ વચ્ચે જન્મેલા અલગ-અલગ ઉંમરના અને અલગ-અલગ લિંગના વ્યક્તિઓ પર સંશોધન કરવામાં આવ્યુ હતું. કુલ ૧૯૮૫૮ પુરુષો અને ૧૪૨૨૨ મહિલાઓમાં મગજના કેન્સરની સમસ્યા જાણવા માટે આ સંશોધનમાં પ્રયત્ન કરાયો હતો.
સાથે જ તેના રિપોર્ટની ૧૯૮૭થી ૨૦૧૨ દરમિયાન રાષ્ટ્રીય મોબાઈલ ફોનના ડેટા સાથે સરખાવવામાં આવ્યુ હતું. જેમાં જાણવા મળ્યુ છે કે, આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. જાકે, તેની સરખામણીમાં ટ્યુમરના પ્રમાણમાં કોઈ વૃદ્ધિ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
