Not Set/ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા બાનાવવાની રીત

સામગ્રી 3/4 કપ ઘઉંનો લોટ મીઠું  (સ્વાદાનુસાર) ઘઉંનો લોટ  (વણવા માટે) તેલ (ચોપડવા માટે) 6 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા 3 ટેબલસ્પૂન બી કાઢી લીધેલા અને ઝીણા સમારેલા ટમેટા 6 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર લાલ મરચાંનો પાવડર  (સ્વાદાનુસાર) જીરા પાવડર  (સ્વાદાનુસાર) તેલ  (ચોપડવા અને શેકવા માટે) બનાવવાની રીત એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મીક્સ કરી, જરૂર પ્રમાણે પાણી નાંખી, મસળીને નરમ […]

Food Lifestyle
mahi k0 મસાલા ટોમેટો ઓનીયન પરાઠા બાનાવવાની રીત

સામગ્રી

3/4 કપ ઘઉંનો લોટ
મીઠું  (સ્વાદાનુસાર)
ઘઉંનો લોટ  (વણવા માટે)
તેલ (ચોપડવા માટે)
6 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
3 ટેબલસ્પૂન બી કાઢી લીધેલા અને ઝીણા સમારેલા ટમેટા
6 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
લાલ મરચાંનો પાવડર  (સ્વાદાનુસાર)
જીરા પાવડર  (સ્વાદાનુસાર)
તેલ  (ચોપડવા અને શેકવા માટે)

બનાવવાની રીત

એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મીક્સ કરી, જરૂર પ્રમાણે પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો. કણિકના 6 સરખા ભાગ પાડો. દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (6) વ્યાસના ગોળાકારમાં વણી લો. ઉપર પ્રમાણે વણેલી એક રોટી લઇ તેની ઉપર થોડું એકસરખું તેલ ચોપડો.

તેની પર ૧ ટેબલસ્પૂન કાંદા, 1/2 ટેબલસ્પૂન ટમેટા, 1 ટીસ્પૂન કોથમીર, થોડું મીઠું, લાલ મરચાંનો પાવડર અને જીરા પાવડર એકસરખું ભભરાવો.

રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી લો, ફરીથી રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી અને બન્ને હથેળીની મદદથી દબાવી ગોળાકાર બનાવી દો. હવે ફરીથી ઘઉંના લોટની મદદથી 150 મી. મી. (6) વ્યાસના ગોળાકારમાં વણી લો.

એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી અને થોડું તેલ ચોપડો. પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.રીત ક્રમાંક 4 થી 9 પ્રમાણે બાકીના 5 પરોઠા બનાવી લો.ગરમ-ગરમ પીરસો

mahi k0 મસાલા ટોમેટો ઓનીયન પરાઠા બાનાવવાની રીત